ભરૂચ : દારૂની બાતમી કેમ આપી કહી પત્રકાર પર બુટલેગરોનો હૂમલો

New Update
ભરૂચ : દારૂની બાતમી કેમ આપી કહી પત્રકાર પર બુટલેગરોનો હૂમલો

બુટલેગરો પૈકી એકે ચપ્પુ બતાવ્યો તો બીજાએ રીવોલ્વર બતાવી જાનથી મારી નાંખવાની ધમકી આપી માર માર્યોહોવાની પત્રકારની કેફીયત

ભરૂચના એક પત્રકાર ઉપર દારૂની બાતમી હોવાની રીસે કેટલાક બુટલેગરો દ્વારા હૂમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ ભરૂચ એ ડિવીઝન પોલિસ મથકે નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

ભરૂચ સિવિલ હોસ્પીટલના બિછાને સારવાર લઈ રહેલ પત્રકાર વિનોદ નાથુભાઇ જાદવના જણાવ્યાનુસાર તા. ૯મીની રાતે ૧૨.૩૦ કલાકની આસપાસ તે તેના મિત્ર અને પત્રકાર ભરત મિસ્ત્રી સાથે સ્ટેશન રોડ ઉપર આવેલ હોતલ પ્લાઝા નજીક બેઠો હતો. દરમિયાન એક કાળા કલરની એમ.એચ પાસીંગની કારમાંથી અચાનક બુટલેગર રાહુલ કાયસ્થ, રાજુ રાવલ અને પ્રતિક જાદવ ઉતરી તેની પાસે ધસી આવ્યા હતા અને રાહુલે તેના ગળા ઉપર ચપ્પુ મુકી તેં પોલીસને અમારા માલની બાતમી કેમ આપી કહી તેને માં-બેન સમાનની ગાળો આપી માર મારી હવે જો કોઇ દિવસ બાતમી આપી છે તો જાનથી જશેનું કહી ગાડીમાં બેસી ગયો હતો તો ગાડીમાં બેસી રાજુ રાવલે રીવોલ્વર બતાવી ઉડાવી દઇશની ધમકી આપી હતી.

બાદમા 6 માર મારવાના કારણે ઇજાઓ થતા તેને ભરૂચ સિવિલ હોસ્પીટલમાંં સારવાર અર્થે ખસેડાયાનું અને એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરી હોવાની કેફીયત વર્ણવી હતી. સમગ્ર ઘટનામાં એ ડિવિઝન પોલીસે ત્રણેવ વિરૂધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories