/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/03-1.jpg)
ભરૂચ SOG પોલીસને મળેલા બાતમીના આધારે વોકા ગોઠવી એક ઇકો કારમાં લઈ જવાતો ચરસના જથ્થા સાથે ઇકો ચાલકને ઝડપી પાડી રૂપિયા ૧૦,૩૧,૯૫૫/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
એસ.ઓ.જી સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન તેમને મળેલ બાતમી આધારે ભરૂચ નર્મદા ચોકડી ઉપર વોચા ગોઠવતા બાતમી વાળી એક ઇકો ગાડી નંબર. GJ-05-JH9760ને અટકાવી તેની તલાસી લેતા પોલીસને તેમાંથી કુલ ૭ કિલો ૨૩૬ ગ્રામ કિ.રૂ.૭,૨૩,૬૦૦/- રોકડા રૂપીયા મોબાઇલ ફોન મળી આવ્યા હતા.
જેથી પોલીસે મારૂતી ઇકો ગાડો ચાલકની પુછપરછ કરતા તેણે તેનું નામફીરોજખાન ઉફે કાલુ ઉસ્તાદ ઉર્ફે બમ્બૈયા ૭/0 ગુલમહંમદ નૌદાન બલોચ (મકરાણી) રહે. કુબેર પાર્ક, જીન્નત બંગ્લોઝ પાછળ, (ઇબ્રાહીમભાઇ ના મકાનમાં) જંબુસર બાયપાસ ચોકડી પાસે, કંથારીયા રોડ ભરૂચ.મુળ રહે.મુરાદ મહંમદની ચાલ, રૂમ નં. ૪ સુભાષ રોડ, જોગેશ્વરી ઇસ્ટ મુબંઇ -૧૬ બતાવ્યું હતું. પોલીસે ઇકો ચાલકની ચરસના જથ્થા સાથે અટકાયત કરી સઘન પુછતાછ કરતા આ ગુનામાં તેની સાથે જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે રહેતા ગુલામ રસુકલ ઉર્ફે તારીક તથા ઇમરાનખાન હુશેનખાન પઠાણ ઉર્ફે થોબલી રહે. બહારની ઉડાઇ, ભરૂચ તથા મહંમદ ઉર્ફ બોબડા બાપુ શબ્બીર અલી સૈયદ રહે.પીર કાઠી,માલીવાડ ભરૂચ પણ સામેલ હોવાનૂ6 જણાવતા પોલીસે તેઓને વોન્ટેડ જાહેર કરી કુલ રૂ. ૧૦,૩૧,૯૫૫/- નો મુદ્દામાલ કબજે કરી તેમજ ભરૂચ શહેર “સી” ડીવી, પો.સ્ટે. માં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.આ કેસમાં આગળની વધુ તપાસ ભરૂચ શહેર સી ડીવિઝન પોલીસ ચલાવી રહી છે.