/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/b39514ae-cc79-4ba7-90c8-814faa9af8d4.jpg)
એકાએક વિજપોલ ધરાશાયી થતા પાર્ક કરાયેલ કારને નુકશાન
ભરૂચ શહેરના હારદસમા વિસ્તાર પાંચબત્તિમાં પવના કારણે એક વિજ પોલ ઘરાશાહી થતા ભાગદોડ મચી જવા પામી હતી.
ભરૂચના પાંચબત્તિ વિસ્તારમાં આવેલ રીલીફ સિનેમાની સામેની ફૂટપાથ ઉપર ઉભો કરાયેલ વીજ પોલ પવનના પગલે એકાએક ધરાશાહી થવા પામ્યો હતો. આ વિજ પોલ તેની નજીક પાર્ક કરાયેલ કારના આગળના ભાગે પડતા કારને આગળના ભાગને નુકશાન થવા સાથે સમ્ગ્ર વિસ્તારમાં વિજપુરવઠો ખોરવાઇ જવા પામ્યો હતો. વિજ પોલ પડતા ત્યાંથી પસાર થતા રાહદારીઓમાં દોડધામ મચી જવા પામી હતી.
સદનસીબે વિજપોલ પડતાજ વિજ પુરવઠો બંધ થઈ જવાના પગલે કોઇને વીજ અરંટ અલાગવાની કે જાનહાની થવાની ધટના બનવા પામી ન હતી. ઘટનાની જાણ તાત્કાલીક ડીજીવીસીએલ કચેરીને કરાતા વિજકર્મિઓ તાત્કાલિક દોડી આવી વીજપોલના સમારકામમાં લાગી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, વીજકંપની દ્વારા અવારનવાર કરાતા મેન્ટેનન્સમાં જૂના વિજ પોલોની યોગ્ય મરામત કયાંતો તેને બદલી નવા વીજ પોલ ઉભા કરાય જેથી આવી કોઇ દુર્ધટના ના ધટે તે જરૂરી છે.