/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/43e47b31-89ff-4547-933a-75b64822444b.jpg)
નગર પાલિકાના પૂર્વ પ્રમુખે કામગીરી નહીં કરાવતાં નવા પ્રમુખ માટે પ્રિ મોન્સુન કામગીરી બની માથાનો દુઃખાવો
ભરૂચમાં પ્રથમ વરસાદમાં જ શહેરના મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાયી હતી. ભરૂચ નગરપાલિકામાં હોદ્દેદારો વચ્ચે વિવાદથી શહેરમાં પ્રિમોન્સૂન કામગીરી ન થતાં અનેક માર્ગો પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા હતા. જેનાથી વાહનચાલકો ફસાયા હતા. ભરૂચ નગર પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી માં વેઠ ઉતારી હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે.
સમગ્ર ભરૂચ શહેરમાં માત્ર પાંચ કલાકના વરસાદથી જ શહેરના માર્ગો જળબંબાકારમાં ફેરવાયા હતા. ભરૂચમાં ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ રોડ ઉપર કાદવ-કિચડ થતાં અનેક વાહનો ફસાયા હતા. ટુવ્હીલર વાહનચાલકો રોડ ઉપર પટકાયા હોવાની ઘટના પણ સામે આવી હતી.
શહેરમાં પ્રથમ વરસાદે જ અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ નગરપાલિકામાં સંગઠન તેમજ હોદ્દેદારો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે વરસાદમાં આ પરિસ્થિતિ નિર્માણ પામી છે. પાલિકાના વહિવટમાં ચાલી રહેલા આંતરિક ખટરાગને વરસાદે પણ ખુલ્લો પાડ્યો છે. નગરપાલિકાના પ્રમુખની ટમ પુર્ણ થતાં તાજેતરમાં જ નવા પ્રમુખની નિમણૂંક થઈ છે. પૂર્વ પ્રમુખે પ્રિમોન્સુન કામગીરી ન કરાવતા આજે ગટરો જામ થઇ જવાના કારણે શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે.
હવે વરસાદ વિરામ લે ત્યારે તાત્કાલિક ધોરણ ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. સમગ્ર ભરૂચ વરસેલા વરસાદના કારણે શહેરના પાંચબત્તી, સેવાશ્રમ ઢાળ, ફાંટા તળાવ, પરદેશીવાડ સહિત ચાર રસ્તા સુધીના માર્ગો પર પ્રથમ વરસાદે જ ઘૂંટણસમા પાણી ભરાયા હતા.
આજે અનેક વાહનો વરસાદી ઋતુમાં પાણીમાં ફસાઇ જતાં અને કર્મચારીઓએ ફસાયેલા વાહનોને ધક્કો મારવાની ફરજ પડી હતી. નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરી આ વર્ષે થઈ જ ન હોવાના આક્ષેપ પણ શહેરીજનો કરી રહયા છે. કારણ કે નગરપાલિકાના પ્રમુખ આર.વી.પટેલની ટર્મ પુર્મ થતાં નવા પ્રમુખ સુરભીબેન તમાકુવાળા માટે માથાનો દુઃખાવો સમાન બની છે.