Connect Gujarat
ગુજરાત

ભરૂચ : રાધાકૃષ્ણ સોસાયટીમાં બત્તીસી સિંહાસન પર બિરાજમાન છે ફાઇબરના ગણેશજી

ભરૂચ : રાધાકૃષ્ણ સોસાયટીમાં બત્તીસી સિંહાસન પર બિરાજમાન છે ફાઇબરના ગણેશજી
X

સાંપ્રત સમયમાં પર્યાવરણની જાળવણી માટે પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી પ્રતિમાઓનો ઉપયોગ ઘટાડવા પર ભાર મુકાઇ રહયો છે ત્યારે ભરૂચના રાધાકૃષ્ણ યુવક મંડળ દ્વારા ફાઇબરની બનેલી શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. 27 ફૂટની ગણેશજીની પ્રતિમાને બત્તીસી સિંહાસન પર બિરાજમાન કરાઇ છે.

ભરૂચ શહેરના રાધાકૃષ્ણ યુવક મંડળ તરફથી આ વર્ષે ગણેશ મહોત્સવમાં નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી પ્રતિમાઓના કારણે જળાશયો દુષિત થાય છે અને પર્યાવરણને પણ નુકશાન પહોંચે છે. બીજી તરફ નર્મદા નદીના જળસ્તર પણ ઘટી ગયા હોવાથી ગણેશ પ્રતિમાઓના વિસર્જનમાં વિધ્ન ઉભું થતું હતું. આ બધાની વચ્ચે રાધાકૃષ્ણ ગણેશ યુવક મંડળે ફાઇબરની પ્રતિમાની સ્થાપના કરી છે. 27 ફૂટ ઉંચી સુર્વણ જડિત પ્રતિમાને બત્તીસી સિંહાસન પર બિરાજમાન કરવામાં આવી છે. રાજા વિક્રમાદિત્ય ન્યાય કરવા માટે બત્તીસી સિંહાસનનો ઉપયોગ કરતાં હતાં તેની થીમ ઉપર ગણેશજીની પ્રતિમા સ્થાપિત કરાઇ છે.

Next Story