ભરૂચઃ GUVNLની 50 ગાડીઓનો કાફલો પહોંચ્યો વીજ ચેકિંગ માટે, લોકોમાં મચી દોડધામ

New Update
ભરૂચઃ GUVNLની 50 ગાડીઓનો કાફલો પહોંચ્યો વીજ ચેકિંગ માટે, લોકોમાં મચી દોડધામ

હિંગલ્લા, ત્રાલસા કૉઠી, પરીએજ, પારખેત ગામોમાં વીજ ચેકિંગ હાથ ધરાતાં 30 લાખની વીજચોરી ઝડપાઇ

ગ્રામીણ વિસ્તારોમાં વીજચોરીના વધી રહેલા કિસ્સાઓને ડામવા માટે વિજીલન્સ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. જે અંતર્ગત ભરૂચનાં ગામોમાં સઘન ચેકિંગ હાથ ધરતાં વીજચોરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. થોડા દિવસો પહેલા ભરૂચના કરમાડ, સરનાર,દહેગામ તથા વ્હાલુ ગામોમાં વીજ વિજીલન્સે છાપા મારી મોટાપાયે વીજચોરી ઝડપી પાડી હતી. આજે ભરૂચ તાલુકાના હિંગલ્લા, પરીએજ, પારખેત તથા ત્રાલસા કૉઠી ગામોમાં વહેલી સવારે પોલીસ કાફલા સાથે GUVNLની 50 ગાડીઓનો કાફલો પહોંચ્યો હતો. જેથી વીજચોરી કરતા લોકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના હિંગલ્લા, પરીએજ,પારખેત તેમજ ત્રાલસા કૉઠી વગેરે ગામોમાં પોલીસના

કાફલા સાથે ત્રાટકેલી વીજ વિજીલન્સની ટીમોએ ઉપરોક્ત ગામોમાં કડક ચેકિંગ હાથ ધરતા કુલ 65 મીટરોમાં ગેરરીતી જણાઇ આવી હતી.

ગેરરીતી જણાઇ આવતા અંદાજે રૂપિયા 30 લાખની વીજચોરી ઝડપાઇ હતી. ઉપરોક્ત ચારેય ગામોમાં વીજ ચેકિંગ વેળા કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો મોટો કાફલો તૈનાત કરાયો હતો. જેમાં મહિલા પોલીસને પણ સાથે રાખવામાં આવી હતી. GUVNLની ટીમોએ મોટુ ઓપરેશન હાથ ધરી મોટાપાયે વીજચોરી ઝડપી પાડતા વીજચોરી કરતા લોકોમાં ભારે ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

Latest Stories