ભરૂચઃ જંબુસર બાયપાસ પાસે મકાનની દિવાલ તૂટી પડી, યુવાન દબાયો

ભરૂચઃ જંબુસર બાયપાસ પાસે મકાનની દિવાલ તૂટી પડી, યુવાન દબાયો
New Update

સ્થાનિક લોકોએ દિવાલ નીચે દબાયેલા યુવાનને બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો

આજરોજ ભરૂચ જિલ્લામાં વહેલી સવારથી જ ભારે વરસાદી તૂટી પડ્યો હતો. વરસાદને પગલે સોસાયટી વિસ્તારોમાં પાણી ભરાવાના કિસ્સા સામે આવ્યા હતા. તો જંબુસર બાયપાસ વિસ્તારમાં આવેલી નેશનલપાર્ક સોસાયટીમાં એક મકાનની દિવાલ ધરાશાયી થતાં એક યુવાન દબાયો હતો. જેને લોકોએ બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

ભરૂચ-જંબુસર બાઈપાસ વિસ્તારમાં આવેલી નેશનલ પાર્ક સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ જતાં એક મકાનની દિવાલ કડભૂસ થઈ હતી. જેમાં મીનાઝ અયુબ પટેલ નામના 26 વર્ષિય યુવાન દબાઈ ગયો હતો.

સદનશીબે લોકોને તેની જાણ થઈ જતાં તરતજ દોડી આવેલા લોકોએ તેને બહાર કાઢી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો.

#India #Ankleshwar #Gujarati News #Gujarat #Jambusar #Bharuch
Here are a few more articles:
Read the Next Article