ભરૂચઃ નો હોકર્સ ઝોનમાં દબાણો યથાવત, પાલિકા દ્વારા હાથ ધરાઈ કામગીરી

New Update
ભરૂચઃ નો હોકર્સ ઝોનમાં દબાણો યથાવત, પાલિકા દ્વારા હાથ ધરાઈ કામગીરી

ટ્રાફિકને અડચણ રૂપી સ્થાનો ઉપરથી દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી

ભરૂચ શહેરના મુખ્ય માર્ગો ઉપરથી નગર સેવા સદનની ટીમ દ્વારા જિલ્લા કલેકટરના જાહેરનામા મુજબ લારી-ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

ભરૂચ શહેર માં વધતી જતી ટ્રાફિક સમસ્યાના કારણે ભરૂચ જિલ્લા કલેકટર રવિ અરોરા દ્વારા શહેરના માર્ગોને નો હોકર્સ ઝોન તરીકે જાહેર કર્યા હતા. જે જાહેરનામાના ભાગ રૂપે આજરોજ સવારથી જ ભરૂચના મુખ્ય માર્ગ સ્ટેશન રોડ પરના લારી ગલ્લા તેમજ પથારાવાળાઓને દૂર કરવાની કામગીરી નગર પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી.

ટ્રાફિકને અડચણ રૂપી સ્થાનો ઉપરથી દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચ શહેરમાં જાણે કે ટ્રાફિકની સમસ્યા નહિવત થવાનું નામ ન લેતી હોય તેમ લાગી રહ્યું છે. શહેરમાં આડેધડ પાર્ક થતા વાહનો લોકો માટે માથાનો દુઃખાવો સમાન બન્યા છે.

Latest Stories