/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/maxresdefault-112.jpg)
ભરૂચનાં ભાડભૂત ગામના બે મુસ્લિમ યુવકો ઉપર માછી સમાજનાં યુવાનોએ હુમલો કરતાં ઈજાને પગલે ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. આ બન્ને યુવાનોએ માછી સમાજનાં 8 લોકો વિરૂધ્ધ ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ભરૂચનાં ભાડભૂત ખાતે લૂહાર ફળિયામાં રહેતા અલ્તાફભાઈને ત્યાં બે દિવસ પૂર્વે રમઝાન માસને લઈને જમાતી આવેલા હોવાથી તેમને રીક્ષામાં બેસાડી મસ્જીદે ગયા હતા. જ્યાં પારક કરેલી રીક્ષામાં માછી ફળિયાનાં છોકરાઓ રમતા હતા. બાદમાં તેમણે રીક્ષામાં પથ્થરો ફેંકતા અલ્તાફભાઈએ તેવું ન કરવા બાળકોને કહ્યું હતું. જે બાબતની રીશ રાખી માછી સમાજના યુવાનોએ રવિવારે રાત્રિનાં સમયે મસ્જિદમાં નમાજ અદાર કરવા આવેલા અલ્તાફભાઈ અને લકમાન યુસુફભાઈ નમાજ બાદ બહાર નીકળ્યા હતા. દરમિયાન માછી સમાજના અતુલ માછી, હિતેશ માછી, જીગ્નેશ માછી, દીપક માછી, કાલીદાસ ટેલર, અતુલ ખંભાતી અને પ્રવિણ પુંજીયા નામના શખ્સોએ અલ્તાફને મારવા લાગ્યા હતા. બાદમાં લકમાન યુસુફભાઈને પણ માર માર્યો હતો.
માછી સમાજનાં યુવાનોએ ગાળો કેમ બોલે છે તેમ કરી મુસ્લિમ યુવાનો ઉપર કરેલા હુમલામાં અંદાજે 40થી 50 લોકો પણ એકઠા થઈ ગયા હતા. આખરે મહિલાઓએ સમજાવટ કરતાં બન્ને મુસ્લિમ યુવાનોને ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ભરૂચની વેલફેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત યુવાનોએ આઠ માછી સમાજનાં યુવાનો તેમજ 40થી 50 માણસોનાં ટોળા સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.