ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી ચાર દુકાનોમાં લાખોની ચોરી

ભરૂચના સ્ટેશન રોડ પર આવેલી ચાર દુકાનોમાં લાખોની ચોરી
New Update

અંદાજીત રૂપિયા પચાસ હજાર અને30 જેટલી બ્રાન્ડેડ બેગની ચોરી

ભરૂચ જુના એસટી ડેપોની સામેની ચાર દુકાનનો માં છપર તોડી ચોરી પ્રવેશી કરી ચોરી

ભરૂચના મુખ્ય માર્ગ એવા એસટી ડેપો સામે આવેલ જિલ્લા પચાયત શોપિંગ સેન્ટરમાં તસ્કરોએ તરખાટ મચાવી દુકાનના શટરની ઉપર થી અંદર પ્રવેશી લાખોની મતાની ચોરી કરી પલાયન થયાના સમાચારે પોલીસને પણ દોડતી કરી પોલીસ પેટ્રોલીંગના ઘજાગરા ઉડાડ્યા હોવાના બનાવે દુકાનદારોમાં ભયની લાગણી ફેલાવા પામી હતી.

ભરૂચના મુખ્ય માર્ગ પર આવે જિલ્લા પંચાયત શોપીંગ સેન્ટર માં આવેલ ચાર જેટલી દુકાનોને તસ્કરોએ નીશાન બનાવી શટરના ઉપરના ભાગેથી પ્રવેશી દુકાનમાં રહેલ આશરે ૫૦ હજારની મત્તાની ૩૦ જેટલી બેગો તેમજ અન્ય સામાનની ચૂરી કરવા સાથે ચોરોએ દુકાનની અંદર રહેલા સી.સી.ટી.વી કેમેરા પણ તોડી નાખી લાખોની મત્તાની ચોરી કરી પલાયન થઈ જવાનો બનાવ બનતા આસપાસના દુકાનદારો માં દેહશત ફેલાવા પામી હતી. આ બાનાવની જાણ દુકાનના માલિકોને થતાં તેઓ તાત્કાલિક દુકાને દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

#ભરૂચ #News #Beyond Just News #Connect Gujarat
Here are a few more articles:
Read the Next Article