ભરૂચમાં TB પ્રોગ્રામના કરાર આધારિત કર્મચારીઓની જિલ્લા કલેકટરને રજૂઆત

New Update
ભરૂચમાં TB પ્રોગ્રામના કરાર આધારિત કર્મચારીઓની જિલ્લા કલેકટરને રજૂઆત

પગાર વધારવાની વિસંગતતાને દૂર કરવાની માંગ ઉઠાવી

ભરૂચમાં ટી.બી. પ્રોગ્રામમાં કામ કરતા કરારબધ્ધ કર્મચારીઓએ સરકાર દ્વારા તેમના પગાર વધારામાં અન્યાયી વલણ અપનાવતા જિલ્લા કલેકટરને આવેદન આપી ન્યાયની માંગ ઉઠાવી છે.

ભરૂચમાં ર૦૦૧થી ટી.બી. પ્રોગ્રામ ચાલુ તથા તેના હેઠળ ડીસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, ડિસ્ટ્રીકટ કોઓર્ડિનેટર, એચ.આઇ.વી. સુપરવાઇઝર, સીનીયર લેબ સુપર વાઈઝર, ટી.બી. હૈલ્થી વીઝીટર, લેબ ટેકનીશીયલ, એકાઉન્ટન્ટ, કોમ્પ્યુટર ઓપરેટર સહિત ર૯ કર્મચારીઓ ફરજ બજાવે છે.

તાજેતરમાં સરકારે ટીબી પ્રોગ્રામ હેઠળ કામ કરતા કર્મચારીઓના પગારમાં વધારો કરતા વિવાદ ઉભો થયો છે. ટીબી પ્રોગ્રામના કર્મચારીઓએ આ વધારાને અન્યાયી ગણાવી તેની સામે વિરોધ ઉઠાવી આજરોજ જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું.

આવેદનમાં વિવિધ માંગણીઓ કરી હતી જે મુજબ જિલ્લાથી રાજ્ય સ્તર સુધીના ટીબી પ્રોગ્રામ હેઠળ કામ કરતા તમામ કર્મચારીઓના પગાર વધારાની ટકાવારી એકસમાન રાખવામાં આવે અને સમાન ટકાવારીથી જ વધારો થાય સરકારે ઇન્ક્રીમેન્ટમાં ૧૩ વર્ષની મર્યાદા લાગુ કરી છે તેને દૂર કરવામાં આવે. અત્યારસુધી જે અપુરતા ઇન્ક્રીમેન્ટ મળયા છે તેના એરિયર્સ ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.

Latest Stories