ભરૂચમાં ઈદ-ઉલ-ફિત્ર ઉત્સાહભેર ઉજવાઇ : મસ્જિદોમાં ઇદગાહ ખાતે વિશેષ નમાઝ

New Update
ભરૂચમાં ઈદ-ઉલ-ફિત્ર ઉત્સાહભેર ઉજવાઇ : મસ્જિદોમાં ઇદગાહ ખાતે વિશેષ નમાઝ

મુસ્લિમ બિરાદરો એકમેકને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી

ભરૂચ સહિત રાજ્યભરમાં શનિવારે ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે ભરૂચની વિવિધ મસ્જિદો સહિત ઇદગાહમાં વિશેષ નમાઝ અદા કરાઇ હતી. મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં સજ્જ થઇને એકબીજાને ઘરે જઇને એકમેકને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી. મહેમાનો નું સ્વાગત 'શિર-ખુર્મા' થી કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ૧૬ મે થી રમજાન માસનો પ્રારંભ થયો હતો. પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદો ઈબાદતમાં લિન્ન થયા હતા. ગુજરાત ચાંદ કમિટિએ જણાવ્યું હતું કે, 'ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર પ્રેમ-ભાઇચારાનો સંદેશ આપે છે. આ દિવસે ગરીબ હોય કે ધનવાન તેઓ તમામ ભેદભાવને ભૂલીને એકબીજાને ગળે મળીને ઈદની શુભકામના પાઠવે છે. પવિત્ર રમજાન માસમાં ઈનામ રૂપે ઈદ આવે છે. '

આજથી ૧૩૯૧ વર્ષ અગાઉ ઇસ્લામ ધર્મના અનુયાયીઓએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી.

Read the Next Article

ભરૂચ : આમોદના આછોદ રોડ પર કેમિકલ ભરેલ ટેન્કર પલટી, અકસ્માતથી જાનહાનિ ટળી

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ

New Update
gujarat

આમોદ તાલુકાના આછોદ રોડ પર આવેલા પેટ્રોલ પંપ નજીક દહેજ કંપનીમાંથી વડોદરા જતા કેમિકલ ભરેલ ટેન્કર રોડની સાઈડમાં પલટી માર્યું હતું. ટેન્કર (નંબર GJ-12-AY-3678)નો ડ્રાઈવર સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેન્કર પલટી ગયુ હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

પ્રાપ્ત માહિતી મુજબ ટેન્કરમાં ભરાયેલ કેમિકલના વાસથી રોડ પરથી પસાર થતા વાહનચાલકોની આંખોમાં અને ગળામાં ચળચળાટ થતો હોવાનું જણાવાયું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ટેન્કર જે ખાડામાં પલટી માર્યું છે તેમાં ભરાયેલા પાણીમાંથી સ્થાનિક ઢોર પણ પીવે છે, જેના કારણે પશુઓના જીવને જોખમ ઉભું થયું છે.આ કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે તેમજ પરિસ્થિતિ વધુ ગંભીર ન બને તે માટે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ટેન્કર ઊભું કરવા અને અસરગ્રસ્ત વિસ્તારમાં સફાઈ કરવા માંગણી કરવામાં આવી છે.