ભરૂચમાં ઈદ-ઉલ-ફિત્ર ઉત્સાહભેર ઉજવાઇ : મસ્જિદોમાં ઇદગાહ ખાતે વિશેષ નમાઝ

ભરૂચમાં ઈદ-ઉલ-ફિત્ર ઉત્સાહભેર ઉજવાઇ : મસ્જિદોમાં ઇદગાહ ખાતે વિશેષ નમાઝ
New Update

મુસ્લિમ બિરાદરો એકમેકને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી

ભરૂચ સહિત રાજ્યભરમાં શનિવારે ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-ઉલ-ફિત્ર નિમિત્તે ભરૂચની વિવિધ મસ્જિદો સહિત ઇદગાહમાં વિશેષ નમાઝ અદા કરાઇ હતી. મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં સજ્જ થઇને એકબીજાને ઘરે જઇને એકમેકને ઈદ મુબારકની શુભેચ્છા પાઠવી હતી. મહેમાનો નું સ્વાગત 'શિર-ખુર્મા' થી કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ૧૬ મે થી રમજાન માસનો પ્રારંભ થયો હતો. પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદો ઈબાદતમાં લિન્ન થયા હતા. ગુજરાત ચાંદ કમિટિએ જણાવ્યું હતું કે, 'ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર પ્રેમ-ભાઇચારાનો સંદેશ આપે છે. આ દિવસે ગરીબ હોય કે ધનવાન તેઓ તમામ ભેદભાવને ભૂલીને એકબીજાને ગળે મળીને ઈદની શુભકામના પાઠવે છે. પવિત્ર રમજાન માસમાં ઈનામ રૂપે ઈદ આવે છે. '

આજથી ૧૩૯૧ વર્ષ અગાઉ ઇસ્લામ ધર્મના અનુયાયીઓએ ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવાની શરૂઆત કરી હતી.

#Bharuch #Gujarat #Ankleshwar #Gujarati News #Eid #Gujarat News
Here are a few more articles:
Read the Next Article