ભરૂચમાં ડોક્ટર દિવસ નિમીતે ૧૦૮ દ્વારા કેક કાપી કરાઇ ઉજવણી

ભરૂચમાં ડોક્ટર દિવસ નિમીતે ૧૦૮ દ્વારા કેક કાપી કરાઇ ઉજવણી
New Update

૧૦૮ ગુજરાત’ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવા અપીલ કરાઇ

૧ જુલાઈના દિવસને ભારતભરમાં ડોક્ટર ડે તરીકે ઉજવવામાં આવે છે. આ નિમીતે ભરૂચ જિલ્લા ૧૦૮ ટીમ દ્વારા ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ડોક્ટર પાસે કેક કપાવી ઉજવણી કરાઇ હતી.

આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટર મુકેશ ગર્ગ, સિવિલ હોસ્પિટલનો સ્ટાફ, ભરૂચ જિલ્લા ૧૦૮ના ઈ. એમ. ઈ અશોક મિસ્ત્રી તથા ૧૦૮ એમ્બ્યુલનસના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

૧૦૮ એમ્બ્યુલનસ ના ઈ.એમ.ઈ અશોક મિસ્ત્રીએ ૧૦૮ની નવી લોન્ચ થયેલ એપ્લિકેશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘૧૦૮ ગુજરાત’નામની એપ્લિકેશન ૧૦૮ દ્વારા લોન્ચ કરવામાં આવી છે. જે એપ્લિકેશનના માધ્યમ થકી પણ હવે ૧૦૮ નો સંપર્ક કરી સકાશે અને આ એપ્લિકેશનમાં વિવિધ પ્રકારની હોસ્પિટલો વિષેની માહિતી પણ ઉપલબ્ધ છે.તેમણે વધુ માં વધુ લોકો આ એપ્લિકેશનને download કરી વધુ થી વધુ લાભ લેવા અપીલ પણ કરી હતી.

#Bharuch #Connect Gujarat #Ambulance #ભરૂચ #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article