New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/21970257-aaf3-4f6b-b9a1-3401d38a0f5c.jpg)
દાઉદી વ્હોરા સમાજના લોકોએ મસ્જીદમાં વિશેષ નમાજ અદાકરી એકબીજાને ઇદની શુભકામનાઓ પાઠવી
ભરૂચ શહેરમાં વસતા દાઉદી વ્હોરા સમાજના લોકોએ આજરોજ રમજાન ઇદની હર્ષો ઉલાશ સાથે ઉજવણી કરી હતી. પવિત્ર રમજાન માસમાં દાઉદી વ્હોરા સમાજના લોકો દ્વારા એક માસ સુધી રોજા રાખી ઈબાદત કરવામાં આવી હતી.
ભરૂચનાં કોટ પારસીવાડ વિસ્તારમાં વસતા દાઉદી વ્હોરા સમાજના લોકોએ આજરોજ મસ્જીદમાં રમજાન ઇદની વિશેષ નમાજ અદાકરી એકબીજાને રમજાન ઇદની શુભકામનાઓ પાઠવી હતી. ભરૂચના કોટ વિસ્તારમાં વ્હોરા સમાજના લોકોએ ભેગા થઇ એક બીજાને રમજાન ઇદની મુબારકબાદી આપી હતી. સાથે સાથે નાના ભૂલકાઓએ તેઓના વિસ્તારમાં લાગેલા નાનકડા મેળામાં ઇદના દિવસઃ ને હર્ષોઉલાસ સાથે માણ્યો હતો. સાથે જ દૂધ સેવૈયા આરોગી એક બીજાને મુબારક બાદી આપી હતી.
Latest Stories