મહિસાગર : પઢારિયા ગામે ખાનગી બસને નડ્યો અકસ્માત, 100થી વધુ મુસાફરોને ઈજા

New Update
મહિસાગર : પઢારિયા ગામે ખાનગી બસને નડ્યો અકસ્માત, 100થી વધુ મુસાફરોને ઈજા

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પઢારિયા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. જેમાં 100થી વધુ મુસાફરોને ઈજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પઢારિયા ગામે ખાનગી બસ એકાએક પલટી મારી ગઈ હતી. બસનો ગમખ્વાર અકસ્માત સર્જાતા 100થી વધુ લોકોને નાનીમોટી ઇજા પહોચી હતી. જોકે ગંભીર અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે લુણાવાડા સ્થિત સિવિલ હોસ્પિટલ તેમજ કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે ગોધરા સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જેમાં વધુ તપાસ કરતાં ખાનગી બસમાં સવાર તમામ લોકો સંજેલીથી કાલાવડ જઈ રહ્યા હતા, તે દરમ્યાન પઢારિયા ગામે વળાંક નજીક બસ ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઘટના સર્જાઈ હોવાનું જાણવા મળ્યું હતું.

Latest Stories