New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/7-3.jpg)
મહીસાગર જિલ્લા અને પંચમહાલ જિલ્લાની સરહદ પર આવેલ ગઠ ગામ નજીકના જંગલમાં વાઘ જોવા મળ્યો હતો.મહીસાગર જિલ્લાના ગુગલીયા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ મહેતા નામના શખ્સે પોતાના મોબાઈલમાં તસ્વીર કેદ કરી હતી.
મહીસાગર વન વિભાગની ટીમને આ ઘટનાની જાણ કરાતા વન વિભાગે તસ્વીરમાં દેખાતી જગ્યા પર જઈ તસ્વીર સાચી હોવાની પુષ્ટિ કરી હતી. આ ઉપરાંત વાઘના વાળ, પંજાના નિશાન, અને તેની હગાર મેળવી વાઘ હોવાની પુષ્ટિ કરી હતી.
મહીસાગર વન વિભાગની ટીમ દ્વ્રારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું,વન વિભાગની ટીમે દેવગઢ બારિયા થી નાઈટ વિઝન કેમેરા એક્સપર્ટ બોલાવી સ્થળ પર નાઈટ વિઝન કેમેરા ગોઠવ્યા હતા.જોકે ગુજરાતમાં વાઘ જોવા મળવું એ મોટા સમાચાર કહેવાય.
Latest Stories