/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/4-1.jpg)
માંગરોળમાં મદદનીશ પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી. માંગરોળમાં મદદનીશ પોલીસ અધિક્ષકની સૂચના અને માર્ગદર્શન હેઠળ માંગરોળ પોલીસ દ્રારા તા.૦૪/0૨ થી ૧૦/૦૨ સુધી ચાલનારા ૩૦માં માર્ગ સલામતી સપ્તાહ દિનની ઉજવણી કરવામાં આવી.
જેમા તા.૮ મી ફેબ્રુઆરીના રોજ માંગરોળ હાઈવે પરથી પસાર થતા વાહનોના ચાલકોને કંકુ-ચોખાથી ચાંલ્લો કરી ટ્રાફીકના નિયમોના પેમ્ફલેટ તેમજ પુષ્પો આપી પોતાની સલામતી માટે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જણાવાયું. જેમાં વિવેકાનંદ સ્કૂલના વિધાર્થીઓ, સ્ટાફ ,જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી સેજાભાઈ,પત્રકારમિત્રો તથા માંગરોળ પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા.
આ ઉપરાંત માંગરોળ પોલીસ દ્રારા વિવેકાનંદ વિનય સ્કુલ ખાતે ટ્રાફીક અંગે કાર્યક્રમ યોજાયેલ જેમાં પી.એસ.આઈ. આર.જે.રામ દ્વારા બાળકોને ટ્રાફિકના નિયમોની માહિતી આપી અને પોતાના પરિવાર તથા આજુબાજુમાં પણ આવી જાગૃતિ ફેલાવવા જણાવાયું હતું. તથા જુદા જુદા ડ્રાઈવરોને પણ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોથી જાગૃત કરવામાં આવ્યા હતા. જુદી જુદી સ્કૂલોમાં ચિત્રસ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધાઓ યોજી બાળકોના માધ્યમ દ્વારા વધુમાં વધુ લોકો સુધી ટ્રાફિક નિયમો અંગે જાગૃતતા લાવવા પ્રયાસો કરી અકસ્માતોનું પ્રમાણ ઘટે તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.