New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-1-copy-1-1.jpg)
દરિયાના મોજાની ઝડપ વધુ હતી ત્યારે જ યુવકો નાહવા પડતા તણાયા હતા
મુંબઈના જુહૂ બીચમાં ન્હાવા પડેલા પાંચ યુવકો તણાયા હતા. જે પૈકી ચારનાં મોત થઈ ગયા છે. જ્યારે એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે. રેસ્કયૂ ટીમને હજી સુધી એક જ યુવકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે અન્ય ત્રણ યુવકોની લાશ શોધવામાં આવી રહી છે. આ યુવકો મુંબઈના ડીએન નગરમાં રહેતા વોહાનું જાણવા મળ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ઘટના ગુરુવાર સાંજે બની હતી. દરિયામાં લહેરો ખૂબ ઝડપી હોવાના કારણે મોજા ઉછળી રહ્યા હતા. તે સમયે જ પાંચ યુવકો દરિયામાં નહાવા માટે પડ્યા હતા. આ દરેક યુવકની ઉંમર 18-20 વર્ષની હતી. મૃતકોમાં 3 યુવકોની લાશ શોઘવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જે યુવકને બચાવવામાં આવ્યો છે તેનું નામ વસીમ ખાન હોવાનું જાણવા મળ્યું છે.
Latest Stories