મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં અધિકારીઓની પરિષદમાં સી.એમ. ડેશ બોર્ડ લોન્ચ કર્યુ

New Update
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં અધિકારીઓની પરિષદમાં સી.એમ. ડેશ બોર્ડ લોન્ચ કર્યુ

રાજ્યભરની સરકારી કામગીરી પર બાજ નજર રાખશે CM રૂપાણીનું ‘ડેશ બોર્ડ’

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરમાં જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓની પરિષદમાં સી.એમ. ડેશ બોર્ડ લોન્ચ કર્યુ હતું. આ ડેશ બોર્ડ મારફતે સરકારની વિવિધ યોજનાઓની જિલ્લા કક્ષાની કામગીરીનું મોનિટરીંગ ખુદ મુખ્યમંત્રી તેમના ઓફિસથી કરી શકશે. ત્યારે આજે મુખ્યમંત્રીએ પોતાના નિવાસસ્થાને મીડિયા સમક્ષ આ ડેશ બોર્ડની કામગીરીનું પ્રેઝન્ટેશન કર્યું હતું.

CM રૂપાણીના હસ્તે ડેશબોર્ડનો પ્રારંભ કરાયો હતો. જે ડેશ બોર્ડ રાજ્યના તમામ વિભાગો સાથે જોડાયેલુ રહેશે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, સમસ્યાના ઉકેલ માટે ડેશબોર્ડ બનાવાયું છે. કેન્દ્ર અને રાજ્યની યોજના લોકો સુધી પહોંચશે. અરજીના નિકાલ અને તપાસ હેતુ ડેશબોર્ડ શરૂ કરાયું છે. જુલાઈ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવશે. વર્ક, ફોલોઅપ, મોનિટરિંગ, એક્શન પણ કરાશે.

publive-image

આ સી.એમ. ડેશ બોર્ડમાં ૪પ૦ જેટલા ઇન્ડીકેટર્સ મારફતે મહેસૂલ, કૃષિ, આરોગ્ય, શિક્ષણ, અન્ય જનહિતલક્ષી યોજના, ઊર્જા, માર્ગમકાન જેવા ૧૬ સેકટર્સ આવરી લેવાયા છે. આ સી.એમ. ડેશ બોર્ડ તૈયાર કરવા મુખ્યપ્રધાન કાર્યાલયે એન.આઇ.સી, આયોજન પ્રભાગ અને સાયન્સ ટેકનોલોજી વિભાગ સાથે સંકલન કરીને ૯૪ જેટલા જુદા જુદા એમ.આઇ.એસ. ડેટા બેઝને એક જ પ્લેટફોર્મ પર ઇન્ટીગ્રેટ કર્યા છે. આ સી. એમ. ડેશ બોર્ડ કાર્યરત થવાથી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જિલ્લા અને તાલુકા કક્ષાની દૈનિક, અઠવાડિક અને માસિક કામગીરીનું સીધું મૂલ્યાંકન અને સમિક્ષા મુખ્યમંત્રીની ઓફિસેથી થશે.

આના પરિણામે રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના અમલીકરણમાં ઝડપ આવશે અને લોકોને સેવાઓ સમયસર મળે છે કે કેમ તેની ઉચ્ચ કક્ષાએથી સતત સમીક્ષા અને દેખરેખ થઇ શકશે. તો બીજી તરફ, મુખ્યમંત્રી આ તમામ વિગતોની સમીક્ષા કરીને જિલ્લા કલેકટરો તંત્રવાહકોને યોગ્ય માર્ગદર્શન-દિશાદર્શન પણ સીધું જ આપશે.

Latest Stories