Connect Gujarat
ગુજરાત

મોબાઇલની દુકાનમાં ચોરી, સીસીટીવી ફુટેજ જોતા પાડોશી જ નીકળ્યો ચોર

મોબાઇલની દુકાનમાં ચોરી, સીસીટીવી ફુટેજ જોતા પાડોશી જ નીકળ્યો ચોર
X

સુરતના પાંડેસરા વિસ્તારમાં એક મોબાઇલ દુકાનમાં ચોરીની ઘટના બની હતી. જે સીસીટીવીમાં કેદ થઇ જતા આરોપી પાડોશમાં રહેતો યુવક હોવાનો ખુલાસો થયો હતો.

મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વર રોડ નજીક શ્રીરામ કુટીર ખાતે 12, 13 માં પ્લોટ નંબરમાં રચનાબેન નાયકની મોબાઇલ શોપ છે. રચનાબેન સવારે પોતાની દુકાનમાં સાફ સફાઇને પાણી લેવા માટે થોડે દૂર ગયા તે દરમિયાન દુકાનમાંથી ચોરી થઇ હતી.

રચનાબેનની દુકાનમાં 10 દિવસ અગાઉ જ ચોરી થઇ હોવાથી તેમણે સીસીટીવી કેમેરો લગાવ્યો હતો.પરંતુ તસ્કરને એ બાબત ધ્યાને ન આવતા ફરી એક વખત હાથ સફાઈ ને અંજામ આપવા માટે ચોર ચોરી કરવા જતા સીસીટીવી કેમેરમાં ઝડપાઇ ગયો હતો.રચનાબેને સીસીટીવી ફુટેજ જોતા ખ્યાલ આવ્યો હતો કે ચોરી કરનાર તેમની પાડોશમાં રહેતો જયેશ નામનો યુવક હતો.

રચનાબેને આ અંગે પોલીસને જાણ કરી હતી અને પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે.

Next Story