રતનપુરના બે નાસતા ફરતા માથાભારે બુટલેગરોને છાપો મારી પોલીસે ધકેલ્યા જેલમાં

New Update
રતનપુરના બે નાસતા ફરતા માથાભારે બુટલેગરોને છાપો મારી પોલીસે ધકેલ્યા જેલમાં

વડોદરા જિલ્લા ના વરણામા પોલીસ મથકની હદમાં ગત તારીખ ૨૦ ના રોજ રાત્રી દરમિયાન વરણામા પોલીસ મથકના પી.એસ.આઈ.જયદીપસિંહ સરવૈયા તથા વરણામા પોલીસ મથકના ડી.સ્ટાફના માણસોએ રતનપુર ગામનો કુખ્યાત બુટલેગર દ્વારા રતનપૂર ગામમાં ભારતીય બનાવટી વિદેશી દારૂનું વેચાણ કરે છે. જે બાતમી હકીકતના આધારે પી.એસ.આઈ જયદીપસિંહ સરવૈયાએ રતનપુર ગામમાં રહેતા હરીશ ભાઈ શનાભાઈ રાઠોડિયા તે રતનપુર ગામમાં મરણ પામેલ છે.અને તેમના ઘરના છાપરા ઉપર ભારતીય બનાવતી ઇંગ્લિશ દારૂ વિદેશી દારૂના પાઉચ નંગ.૧૦૦૮ અને દેશી દારૂ ૫૦ લીટર કુલ મળી મુદ્દામાલ ૧.૦૧.૮૦૦/- ઝડપી પાડવામાં આવ્યો હતો.

વરણામા પોલીસે રેડ કરતા તે દરમિયાન રતનપુર ગામના કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ અને હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલને વરણામા પોલીસે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા અને છેલ્લા બે માસથી બે માથાભારે અને કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ અને હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ વરણામા પોલીસને છેલ્લા બે માસથી સંતાકુકડી રમાડતા હતા. ગતરોજ વરણામા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ જયદીપસિંહ સરવૈયા તથા ડી.સ્ટાફ ના પોલીસના માણસોને બાતમીદારથી બાતમી મળી હતી.કે ચોરી છુપીથી રતનપુર પોતાના ઘરે આવનાર છે.

તે બાતમી હકીકતના આધારે પોલીસના માણસો વોચમાં હતા.તે દરમિયાન પોતાના ઘર નજીકથી વરણામા પોલીસે રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ તથા હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલને પોતાના ઘર પાસેથી વરણામા પોલીસે દબોચી લીધા હતા.અને તેવો બે ભાઈ માથાભારે બૂટલેગર છે.અને બે સગા ભાઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. વારંવાર તેમના ઘરે થી અને તેના ગામમાં અલગ અલગ જગ્યાએ થી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો.

વારંવાર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ અને હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ બે માથાભારે બુટલેગરો પાસા ની પણ સજા ભોગવી ચૂકયા છે.પણ રૂપિયા ના જોરે બે ભાઈ બુટલેગર રતનપુર ગામ માં બન્યા છે.પણ વરનામાં પોલીસે આ બે આરોપીને પકડી ને જેલ ના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.અને માથાભારે બુટલેગર ના વિરુદ્ધ માં રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ વરનામાં પોલીસ સ્ટેશન ની અંદર ૩૧ ગુણા ઓ નોંધાયેલા છે.અને હિતેશ ઉર્ફે પપ્પુ રજનીકાંત જયસ્વાલ ના વિરુદ્ધમાં વરનામાં પોલીસ સ્ટેશન ની અંદર ૧૯ ગુણા નોંધાયેલા છે.અને બે બૂટલેગરો જેલમાં જતા બુટલેગર બંધુઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Latest Stories