New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/maxresdefault-37.jpg)
રાજકોટ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા ફરી એક વાર ગેરકાયદે હથિયારનું વહેંચાણ કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે રાજુ ઉર્ફે ડિમ્પલ કૃષ્ણમુરારી યાદવની ધરપકડ કરી છે. તો તેની પાસે રહેલ બે દેશી તમંચા અને એક જીવતો કાર્તિઝ પણ કબ્જે કર્યો છે.
/connect-gujarat/media/post_attachments/wp-content/uploads/2019/02/IMG-20190205-WA0004-1024x681.jpg)
ઉલ્લેખનીય છે કે આરોપી વર્ષ 2015 અને 2016માં હથિયારના અલગ અલગ ગુનામાં પકડાઈ ચુક્યો છે. તો સાથો સાથ લૂંટ, ખુનની કોશિષ અને પ્રોહીબિશનના ગુનામાં પણ સંડોવાયેલ છે. તો વર્ષ 2016માં વડોદરા ખાતે પાસા કરીને પણ મોકલી આપવામાં આવેલ હતો .
Latest Stories