રાજકોટ : જેતલસર ગામથી પોલીસે વધુ એક બોગસ ડોક્ટરની કરી ધરપકડ 

New Update
રાજકોટ : જેતલસર ગામથી પોલીસે વધુ એક બોગસ ડોક્ટરની કરી ધરપકડ 

રાજકોટ જિલ્લાના ગોંડલ પાસે આવેલા જેતલસર ગામથી વધુ એક બોગલ ડોક્ટર ઝડપાયો હતો.ડિગ્રીવગર પ્રેક્ટિસ કરતો વિમલ રામાણી નામના ડોકટરને પોલીસે પકડ્યો હતો. ડોક્ટર પાસેથી દવાનો જથ્થો પણ પોલીસે પકડી પાડ્યો હતો.

publive-image

રાજકોટ પોલીસે ડો શ્યામ રાજાણીને પકડ્યા બાદ રાજાણી સહિત અન્ય 8 જેટલા મુન્નાભાઈ એમબીબીએસને પકડાયા હતા.રાજ્ય સરકારના આદેશ બાદ શહેર અને જિલ્લા પોલીસે નકલી ડોકટરો પર સપાટો બોલાવ્યો હતો.જેમાં રાજકોટ શહેર અને જિલ્લા પોલીસે છેલ્લા 8 દિવસમાં 7 જેટલા બોગસ ડોક્ટરોને પકડી પાડ્યા હતા.

Latest Stories