/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/sddefault-38.jpg)
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના દેવગામ પ્રાથમિક શાળાના છાત્રો કડકડતી ઠંડીમાં ભેંસના તબેલામાં અભ્યાસ કરવા મજબુર બની ગયા છે. છેલ્લા એક વર્ષ ઉપરાંતથી શાળાનું બિલ્ડીંગ તોડી પાડવામાં આવવ્યું છે.જે હજુ સુધી બનવા પામ્યું નથી. પ્રાથમિક શાળાના 15 જેટલા છાત્રોને વર્ગખંડમાં બેસી અભ્યાસ કરવાના બદલે ભેંસના તબેલામાં બેસી શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે. આ શાળાનું બિલ્ડીંગ ૨૭ જાન્યુઆરી ૨૦૧૮માં તોડી પાડવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી શાળાનું બિલ્ડીંગ બન્યું છે. જેથી તાત્કાલિક નવુ બિલ્ડીંગ બનાવી શાળાના વિદ્યાર્થીઓને પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવે તેમ ગ્રામજનોમાંથી માંગ ઉઠવા પામી છે.
રાજકોટના ડીડીઓ અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, હાલ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેના માટે ગામનો એક કોમ્યુનિટી હોલ અને બે રૂમને વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ભાડે રાખવામાં આવ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, કયા કારણોસર બાળકો ખુલ્લામાં બેસી અભ્યાસ કરી રહ્યા છે. તે અંગે તપાસ સોંપવામાં આવી છે અને ર દિવસમાં જ જવાબદારો સામે કડક પગલા લેવામાં આવશે. જયારે શાળું નવુ નિર્માણ આગામી એક સપ્તાહમાં શરૂ કરાશે.