/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/01/11.jpg)
રાજકોટ છેલ્લા કેટલાંય સમયથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમા ગેરકાયદેસર ઈમિગ્રેશનનો વ્યાપાર વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે ફરી એક વાર રાજકોટ પોલીસે ગેરકાયદેસર ઈમિગ્રેશનના રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ પોલીસે સ્પામા દરોડો પાડી સ્પા સંચાલક સહિત થાયલેન્ડની 7 યુવતીઓને ઝડપી પાડી છે.
ગેરકાયદેસર ઈમિગ્રેશનના રેકેટનો થયો પર્દાફાશ, થાયલેન્ડની 7 યુવતીઓ ઝડપાઈ
રાજકોટ એસીપી આર.એસ.ટંડેલને બાતમી મળી હતી કે શહેરના એડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા વર્ક પરમિટ વગર થાયલેન્ડની યુવતીઓ કામ કરી રહી છે. ત્યારે એસીપી દ્વારા જાતે ચેકિંગ હાથ ધરવામા આવ્યુ હતુ. જે ચેકિંગ દરમિયાન થાયલેન્ડની સાત યુવતીઓ ઝડપાય હતી. જેમના પાસપોર્ટની તપાસ કરતા તમામ યુવતીઓ ટુરીસ્ટ વિઝા પર કામ કરતી જોવા મળી હતી.
હાલ તો પોલીસે તમામ યુવતીઓ અને સ્પા સંચાલક ની અટકાયત કરી વધુ પુછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ પોલીસે આ પહેલા એક સાથે 41 યુવતીઓને વર્ક પરમિટ વગર કામ કરતી પકડી પાડી હતી.