Connect Gujarat
ગુજરાત

રાજકોટ રણજીત વિલાસ પેલેસમાં હાથોમાં તલવાર લઈ દીકરીઓ રમે છે રાસ

રાજકોટ રણજીત વિલાસ પેલેસમાં હાથોમાં તલવાર લઈ દીકરીઓ રમે છે રાસ
X

સામાન્ય રીતે નવરાત્રીમાં યુવતીઓ અને મહિલાઓને તાલીરાસ અથવા તો દાંડિયા રાસ રમતા જોયા હશે. પરંતુ રાજકોટમાં રમાય છે નાની બાળાઓ નો રાસ અને તે પણ તલવાર સાથે.

નવરાત્રીમાં માઈભક્તો ગરબે રમી માતાજીની પૂજા, અર્ચના અને આરાધના કરતા કરે છે. પૌરાણિક સમયથી ચાલી આવતી પ્રાચીન અને અર્વાચીન રાસ કે જે માતાજીના ગરબા પર રમવામાં આવે છે. ત્યારે રાજકોટનાં રણજીત વિલાસ પેલેસમાં પણ માતાજીની આરાધના કરવા અને ક્ષત્રિય સમાજની એક પરંપરા મુજબનો તલવાર રાસ રમવામાં આવે છે. ક્ષત્રિય મહિલા મંડળ અને ભગીની સેવા ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા રાજપૂત સમાજની નાની બાળાઓને તલવાર રાસ સીખવાડવામાં આવે છે અને આ બાળાઓ દ્વારા નવરાત્રીમાં ખાસ તલવાર રાસ રજુ કરવામાં આવે છે.

સામાન્ય રીતે નાની બાળાઓ દ્વારા તાલી રાસ કે પછી દાંડીયા રાસ રમવામાં આવતો હોય છે પરંતુ અહીં તલવાર રાસ સૌ કોઈ માટે આકર્ષણ ભર્યો રાસ સાબિત થઇ રહ્યો છે. રાજપૂત સમાજની બાળાઓ દ્વારા બંને હાથમાં તલવાર લઈને રાસ રમવામાં આવે છે અને આ બાળાઓ એક, બે નહિં પરંતુ સતત ત્રણ કલાક સુધી એકધારી તલવાર ફેરવી શકે છે. ક્ષત્રિય સમાજમાં તલવાર અને તેના રાસનું એક અલગ જ મહત્ત્વ છે. જે લુપ્ત થઇ રહ્યું છે અને તેને ટકાવી રાખવા માટે છેલ્લા 8 વર્ષ થી પેલેસમાં તલવાર રાસ રમવામાં આવે છે. નવરાત્રી પર મા જગદંબા આરાધના કરવામાં આવે છે, અને તલવાર તેનું પ્રતિક ગણાય છે. ત્યારે તલવાર થકી મા ની આરાધના કરવામાં આવે છે. તો બીજી તરફ તલવાર રાસમાં કેસરી કલરના વસ્ત્રો પહેરવામાં આવે છે. જે ભૂતકાળમાં રાજપૂતો દ્વારા યુદ્ધ લડયા હતા તે સમયે તેવો કેસરી કલરના જ વસ્ત્રો પહેરવામાં આવતા હતા અને તેના બલિદાનની ભાવનાને ઉજાગર કરવા માટે આજે પણ કેસરી ડ્રેસમાં તલવાર રાસ રમવામાં આવે છે.

રાજકોટમાં આમતો અનેક પ્રાચીન અને અર્વાચીન ગરબા યોજાય છે, પરંતુ રાજાના મહેલ એટલે કે રણજીત વિલાસ પેલેસમાં જે રાસ રમાડવામાં આવે છે તે સૌથી અલગ બની રહે છે. અને તેમાં પણ ખાસ તલવાર રાસ કે જે રાજપૂતોની એક ખુમારી અને શક્તિને બતાવવાની સાથોસાથ માતાજીના આરાધના માટેનો રાસની એક ઝલક નિહાળવા માટે દુર દુર થી લોકો આવે છે.

Next Story