રાજકોટ : વગર મંજુરીએ આયુષ્માન ભારત યોજનાના કાર્ડ કાઢી આપતા શખ્સની કરાઈ ધરપકડ

New Update
રાજકોટ : વગર મંજુરીએ આયુષ્માન ભારત યોજનાના કાર્ડ કાઢી આપતા શખ્સની કરાઈ ધરપકડ

એક તરફથી સરકાર ગરીબોની મદદ થઈ શકે તે માટે જુદી જુદી સરકારી યોજનાઓ લાવી રહ્યા છે. તો બિજી તરફ કેટલાંક લેભાગુ તત્વો સરકારની યોજનાના નામે લોકોને લૂંટી રહ્યા છે.

સરકારી યોજનાના નામે લૂંટ, વગર મંજુરીએ ચલાવતા હતા સેન્ટર

સરકાર દ્વારા ગરીબ પરિવારોને 5 લાખ રૂપિયાની તબીબી સહાય મળી શકે તે માટે આયુષ્માન ભારત નામની યોજના અમલમા લાવ્યા છે. ત્યારે દિવસે અને દિવસે યોજનાનો લાભ લેવા લોકોનો ઘસારો પણ વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોના વધતા જતા ઘસારાનો લાભ કેટલાંક લેભાગુ તત્વોએ ઉઠાવવાનુ શરૂ કર્યુ હતુ.કોઈ પણ જાતની મંજુરી વગર મિત્રના આઈડી પાસવર્ડ વડે લોકોને કાઢી આપતા હતા. આયુષ્માન ભારત યોજનાના કાર્ડ

મિત્રના આઈડી પાસવર્ડ દ્વારા કાઢી આપતા હતા કાર્ડ, 2200થી વધુ કાર્ડ કાઢી આપ્યા હોવાની આપી કબુલાત

ભક્તિનગર પોલીસે હાલ મુખ્ય સૂત્રધાર સંદીપ ડોબરિયાની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક પુછપરછમા સંદીપ ડોબરિયાએ પોતાની પાસે આયુષ્માન કાર્ડ કાઢવાની મંજૂરી નહીં હોવાનુ જણાવ્યુ છે. તો સાથે જ કાર્ડ કાઢી આપવા પોતાના મિત્ર અને મોરબીમા આયુષ્માન ભારત કાર્ડના સેન્ટર સંચાલક અનિલ ડાભીના આઇડીથી રાજકોટમા કાર્ડ કાઢી આપતો હોવાનુ કબુલ્યુ છે. તો સાથે જ લાભાર્થીઓ પાસે સરકારના નિયમ મુજબ રૂ.30 લેવાને બદલે રૂ.100 ઉઘરાવતો હોવાનુ પણ કબુલ્યુ છે. તો સાથે જ અત્યાર સુધીમા રાજકોટમા 2200 થી વધુ કાર્ડ કાઢી આપ્યાનુ પણ કબુલ કર્યુ છે.

ત્યારે આ મામલે અનિલ ડાભી હાથ આવ્યા બાદ કૌભાંડની અન્ય કેટલીક સ્ફોટક વિગતો પણ બહાર આવવાની શકયતા સેવાઈ રહી છે

Latest Stories