રાજકોટ સહિત રાજ્યભરમા 24 કલાક ખુલ્લી રહેશે રિટેલ બજાર, શુ કહેવુ છે રાજકોટની જનતાનુ સરકારના નિર્ણય અંગે

New Update
રાજકોટ સહિત રાજ્યભરમા 24 કલાક ખુલ્લી રહેશે રિટેલ બજાર, શુ કહેવુ છે રાજકોટની જનતાનુ સરકારના નિર્ણય અંગે

રાજકોટ સહિત રાજ્યભરના રીટેઈલર્સ હવે 24 કલાક પોતાની શોપ ખુલ્લી રાખી શકશે. આ જાહેરાત કરી છે ખુદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે. જી, હા નિતીન પટેલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ રાખવામા આવી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે મનપા વિસ્તારમા આવેલ દુકાન હોટલ અને રેસ્ટોરન્ટ 24 કલાક ખુલ્લી રાખી શકાશે. તો નેશનલ અને સ્ટેટ હાઈવે પર આવેલી સંસ્થાઓ રાત્રે 2 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે.

જો કે આ મુદ્દે રાજકોટના નાના વેપારીઓની કહેવુ હતુ કે સરકારના નિર્ણયથી માત્ર હોટલ અને રેસ્ટોરન્ટને ફાયદો પહોંચશે નહી કે નાની દુકાન ધરાવતા વેપારીઓને. તો બિજી તરફ ગ્રાહકોનુ પણ કહેવુ છે કે રાત્રીનો સમય એન્જોયમેન્ટ માટેનો હોઈ છે ફેમીલી માટેનો હોઈ છે નહી કે શોપીંગ માટેનો.

Latest Stories