New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/07/maxresdefault-120.jpg)
સુબ્રમણિયમ સ્વામિએ રાહુલ ગાંધી વિશે વિવાદીત ટિપ્પણી કરાતા છતિસગઢ્ઢ કોંગ્રેસના મહાસચિવ દ્વારા આ મામલે ફરીયાદ કરવામા આવી છે. તો સાથેજ દેશભરમા કોંગ્રેસ દ્વારા સુબ્રમણિયમ સ્વામિ વિરુધ્ધ દેખાવો તેમજ પ્રદર્શન પણ કરવામા આવી રહ્યા છે. ત્યારે રાજકોટ કોંગ્રેસ દ્વારા સુબ્રમણિયમ સ્વામિ વિરુધ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કરવામા આવ્યા હતા. તો સાથે જ સુબ્રમણિયમ સ્વામિનુ પુતળુ બાળવાના પણ પ્રયાસો કરવામા આવ્યા હતા. જો કે કોંગ્રેસ સુબ્રમણિયમ સ્વામિના પુતળાનુ દહન કરે તે પુર્વે જ પોલીસે તે પુતળુ કબ્જે કર્યુ હતુ. પોલીસે વિરોધ રોકતા પોલીસ અને કોંગ્રેસી કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ થવા પામ્યુ હતુ.
Latest Stories