New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/vlcsnap-2018-07-03-15h03m34s535.png)
રાજકોટમાં ફી વધારો ઝીંકી રહેલી ખાનગી સ્કૂલોને FRCમાં સમાવવા કરી રહ્યા છે માંગ
રાજકોટ યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી જુદી જુદી સ્કુલોમાં જઈને ફિ વધારા મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે પણ આ વિરોધ યથાવત રહ્યો હતો. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા શહેરની માસુમ સ્કુલ અને મહાન હાઈ સ્કુલ ખાતે ઉગ્ર સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. સાથે જ એફઆરસીમાં જોડાવા માટે રજુઆત કરવામા આવી હતી.
હાલમા સંસ્થા દ્વારા ઝીંકવામા આવેલ રૂ.3500નો ફિ વધારો પાછો ખેંચવામા આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈનાં વિરોધ બાદ સંસ્થાના સંચાલકોએ એફઆરસીમા જોડાવવાની ઈચ્છા બતાવી હતી તેમજ લેખીતમા ફિ વધારો પાછો ખેંચશે તેવી બાંહેધરી પણ આપી હતી.
Latest Stories