રાજકોટઃ નાફેડનાં અધિકારીઓ અને ઓઈલ મિલરો વચ્ચે મહત્વની બેઠક મળી

New Update
રાજકોટઃ નાફેડનાં અધિકારીઓ અને ઓઈલ મિલરો વચ્ચે મહત્વની બેઠક મળી

રાજકોટ જિલ્લાનાં ગોંડલ યાર્ડમાં આજે નાફેડના અધિકારીઓ અને ઓઈલ મિલરોની મહત્વની બેઠક મળી છે. જેમાં ટેકાના ભાવે મગફળીના વેચાણ ઉપર ખાસ ચર્ચા કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લામાં આવેલા મગફળીનાં ગોડાઉનોમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ટેકાના ભાવે ખરીદવામાં આવેલી મગફળી આગમાં સ્વાહા થઈ રહી છે. જેના પગલે હવે સરકાર પણ હરકતમાં આવી છે. રાજ્ય સરકારનાં મંત્રી આર.સી.ફળદુ અને જયેશ રાદડિયાની હાજરીમાં આજે મહત્વની બેઠક બોલાવવામાં આવી છે.

publive-image

જેમાં નાફેડનાં અધિકારીઓ અને ઓઈલ મિલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હવે ટેકાના ભાવે ખરીદેલી મગફળી સરકાર ઓછા ભાવે વેચવા માંટે તત્પર થઈ છે. ભવિષ્યમાં મગફળીનાં વધુ ગોડાઉન સળગે તે પહેલાં આ નિર્ણય સરકાર દ્વારા લેવાયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં સરકાર પાસે 9.55 લાખ ટન મગફળીનો જથ્થો પડ્યો છે. જેના માટે ઓઈલ મિલરો સાથે બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે.

Latest Stories