New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/Untitled-1-copy.JPG-1-1.jpg)
પોલીસે ઘટના સ્થળે પહોંચી બન્નેના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યા
રાજકોટનાં કોટડાસાંગાણી શાપર વેરાવળ નજીક યુવક-યુવતીએ ટ્રેનનીચે ઝંપલાવી આપઘાત કરી લેતાં ચકચાર મચી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. બન્નેના મૃતદેહનો કબજો લઈ પીએમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. બન્ને મૃતક પ્રેમીપંખીડા હોવાનું લોક મૂખે ચર્ચાઇ રહ્યું છે.
ઘટના સ્થળની પ્રાપ્ત પ્રાથમિક વિગત મુજબ કોટડાસાંગાણીમાં રહેતા ઘનશ્યામ હિંમતભાઇ મકવાણા અને ગોંડલમાં રહેતી જયશ્રી મુકેશભાઇ સાપરાએ આજે કોટડાસાંગાણીના શાપર વેરાવળ નજીક અગમ્ય કારણોસર ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બન્ને પ્રેમીપંખીડા હોવાની ચર્ચા લોકમુખે થઇ રહી છે. બનાવ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Latest Stories