/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/02/maxresdefault-192.jpg)
રાજકોટમા હત્યાની ઘટના બની તેને 24 કલાક જ માંડ પુરા થયા હતા. ત્યાજ હત્યાની બીજી ઘટના સામે આવી છે. જે મિત્ર સાથે જીવવા મરવાના સોંગદ લીધા હતા. તેજ મિત્રની સાથે મનદુખ થતા એક મિત્રએ બીજા મિત્રની સરાજાહેર એક પછી એક છરીના 36 ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. મૃતક હરેશ મકવાણા ઉર્ફે બાપી અને આરોપી ફિરોઝ છેલ્લા ઘણા વર્ષોથી સાથે હતા.
તો છેલ્લા કેટલાંય સમયથી બંને ભાગીદારીમા ધંધો પણ કરતા હતા. જો કે ધંધાની અંદર નુકશાન જતા બાપીએ ફિરોઝ સાથે સ્પાના ધંધામાંથી ભાગીદારી તોડી નાંખી હતી. પોલીસ સુત્રોનુ માનિયે તો બાપી અને ફિરોઝને રાજકોટની ગણાતી મહત્વની બ્રાંચના પોલીસ કર્મીઓ સાથે ઉઠક બેઠક પણ હતી. તો છેલ્લા કેટલાંય સમયથી બાપી અને ફિરોઝ વચ્ચેની ભાગીદારી તુટતા ફિરોઝના સ્પાના ધમધમતા ધંધા પર પોલીસનુ ચેકિંગ પણ વધી ગયુ હતુ. જે સમય રહેતા ધંધો ઠપ્પ થઈ ગયો હતો. જે બાદ ફિરોઝ એવુ માનતો હતો કે તેના સ્પાના ધંધાને ઠપ્પ કરાવવા પાછળ બાપીનો હાથ છે અને બાપી જ પોલીસને ફિરોઝના ધંધાની બાતમી આપી રહ્યો છે. આમ, પોલીસને બાતમી આપ્યાનો ખાર અને પૈસાની લેતી દેતી હત્યા પાછળના કારણ ભુત હોવાનુ સામે આવી રહ્યુ છે. ત્યારે પોલીસે પણ ગણતરીની કલાકોમાં આરોપી ફિરોઝને જામનગર થી પકડી પાડ્યો હતો.