/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/35546599_386703018501807_3755289863390232576_n.jpg)
એક્વાયોગની તૈયારીને લઈને મહિલાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂનના રોજ છે ત્યારે રાજકોટ મનપા દ્વારા રાજકોટમાં વિવિધ ૫ સ્થળે યોગ કરાવવામાં આવશે. યોગમાં રાજકોટ શહેરના ૧૦ હજાર જેટલા લોકો ભાગ લેવાના છે. ત્યારે રાજકોટમાં આ વર્ષે એક્વા યોગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરની ૬ વર્ષથી ૮૫ વર્ષની મહિલાઓ ભાગ લેશે.એક્વા યોગની તૈયારીને લઈને મહિલાઓમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આમતો પાણીમાં લોકો તરતા જોવા મળતા હોય છે. ત્યારે રાજકોટમાં આગામી ૨૧ જૂનના રોજ ૮૦૦ મહિલાઓ એક સાથે યોગ કરશે. રાજકોટ મનપાના અલગ અલગ ૫ જેટલા સ્વિમિંગ પુલમા એક્વા યોગ કરવામાં આવશે. એક્વા યોગ કરવા માટે મહિલાઓનો રાજકોટના સ્વિમિંગપુલોમાં ધસારો જોવા મળી રહ્યો છે.
યોગની વાત કરી તો નોર્મલ યોગ કરવા માટે પણ ઘણી પ્રેક્ટિસ કરવી પડે છે ત્યારે રાજકોટની મહિલાઓ પાણીમાં યોગ કરવાની છે ત્યારે પાણીમાં યોગ કરતી મહિલાઓ હાલ પ્રેક્ટિસ કરી રહી છે. રાજકોટમાં અલગ અલગ સ્થળે પ્રેક્ટિસ કરાવવામાં આવી રહી છે. પાણીમાં યોગથી શરીર તંદુરસ્ત રહે છે. તો રાજકોટમાં આ વર્ષે મહિલાઓ વિવિધ પ્રકારના યોગ કરતી જોવા મળશે.