Connect Gujarat
ગુજરાત

રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ચિક્કી વેપારીઓને ત્યાં ચેકીંગ થી ફફડાટ

રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા ચિક્કી વેપારીઓને ત્યાં ચેકીંગ થી ફફડાટ
X

રાજકોટની ચિક્કી સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. સામાન્ય રીતે શિયાળામાં લોકો ચિક્કી આરોગતા હોય છે, ત્યારે રાજકોટમાં અમુક લેભાગુ તત્વો દ્રારા ખુબ જ અનહાઇજેનીક કન્ડીશનમાં ચિક્કી બનાવવામાં આવે છે.

રાજકોટ મહાનગર પાલિકાનાં આરોગ્ય વિભાગ દ્વારા ચિક્કીનાં યુનિટ પર દરોડા પાડવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગનાં દરોડા દરમિયાન 675 કિલો ચિક્કીનો અખાદ્ય જથ્થો પકડી પાડ્યો હતો.

શહેરનાં સહકાર મેઇન રોડ પર સોનલ ચિક્કીનાં વેપારી જમીન પર ખુલ્લામાં ખુબ જ ગંદી રીતે ચિક્કી બનાવવામાં આવતી હતી. આટલુ ઓછુ હોય તેમ આ ચિક્કીમાં અખાદ્ય શંખજીરુ પાઉડરનો ઉપયોગ પણ કરવામાં આવતો હતો, જે શરીર માટે ખુબ નુકશાનકારક ગણવામાં આવે છે.

પહેલા શંખજીરુ જમીન પર પાથરવામાં આવે છે બાદમાં તેના પર ગરમ ગરમ ચિક્કી પાથરીને બનાવવામાં આવે છે. આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ છ ચિક્કીનાં ઉત્પાદકોને ત્યાં દરોડા પાડ્યા હતા. જેમાં 675 કિલો થી વધુ અખાદ્ય ચિક્કી અને અન્ય વસ્તુનો નાશ કર્યો હતો, ચિક્કીનાં વેપારીઓને નોટિસ પણ આપવામાં આવી હતી.

Next Story