/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/06/images-5.jpg)
સસ્તામાં ફલેટ ખરીદવા માંગતા પાડોશીએ વિદ્યાનગર પરની હોસ્પિટલે જઈ આચરેલું કૃત્ય
રાજકોટના કાલાવડ રોડ પર આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં શિવધારા એપાર્ટમેન્ટનાં ત્રીજા માળે રહેતા અને વિદ્યાનગર મેઈન રોડ પર જય ચેમ્બરનાં પહેલા માળે વિઝન આઈ કેર સેન્ટર નામની હોસ્પિટલ ધરાવતાં ડો. જયેશભાઈ દુદાભાઈ મોઢવાડીયા (ઉ.વ.૫૪)ની હોસ્પિટલે ધસી ગયેલા આરોપી માંડણ ગોરાણીયાએ ગાળો ભાંડી, રિવોલ્વર બતાવી, ખૂનની ધમકી આપ્યાની ફરિયાદ એ.ડિવિઝન પોલીસમાં નોંધાઈ છે. પોલીસે આ ફરિયાદનાં આધારે આરોપી વિરુધ્ધ ખૂનની ધમકી, ગાળો આપવી અને આર્મ્સ એકટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે. ડો. મોઢવાડીયા ગુજરાત કોંગ્રેસનાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાનાં પિતરાઈ ભાઈ છે. તેણે પોલીસને કહ્યું કે, તે જે ફલેટમાં રહે છે તેનાં ચોથામાળે જ આરોપી માંડણ કે જે મૂળ રાણપરડા ગામનો છે તે પણ રહે છે પોતાને અગાઉ ફલેટ વેંચવો હોવાથી તેની સાથે ચર્ચા થઈ હતી. માંડણ તેને અવારનવાર એવું કહેતો કે હું જે ભાવે કહું તે ભાવે તમારે ફલેટ આપવો પડશે. એટલે આ રીતે નીચા ભાવે ફલેટ આપી દેવા રૂબરૂ વાતચીત અને મોબાઈલ પર મેસેજ કરતો હતો પરંતુ તેણે સ્પષ્ટ કહી દીધું હતું કે, તમે જે ભાવ કહો છો તે મને પોસાય તેમ નથી. મને જે ભાવ પોસાસે તે પ્રમાણે જ વાતચીત થશે. ત્યારબાદ આજે તે હોસ્પિટલે હતા ત્યારે આરોપી માંડણનો તેની ઉપર મિસ્ડકોલ આવ્યો હતો.
આ પછી બપોરે બારેક વાગ્યે તે હોસ્પિટલે રૂબરૂ ધસી આવ્યો હતો તેની ચેમ્બરમાં આવી કહ્યું કે ચર્ચા કરવી છે. જેથી તેણે કહ્યું અત્યારે પેશન્ટ છે, ઉંચા અવાજે વાત ન થાય. વાત કરવી હોય તો સાંજે આવજો. આ વાત સાંભળી તેને કહ્યું કે ઉંચા આવાજે વાત તો થાશે જ કહી ગાળાગાળી શરૂ કરી અચાનક પોતાની પાસે રહેલા કાળા પર્સમાંથી રિવોલ્વર બતાવી ધમકી આપી કે, શિવધારા ફલેટ ખાલી કરી નાખજે તું કેમ રહે છે તે હું જોઉ છું આટલી વાર લાગશે, તેમ કહી મારી નાખવાની ધમકી આપી અને હું નીચે તારી રાહ જોવું છું તેમ કહી ત્યાંથી નિકળી ગયો હતો. આ પછી તે ચેમ્બરમાંથી બહાર નિકળ્યા અને જોયું તો આરોપી માંડણ રોડ ઉપરથી ગાળો બોલતો બોલતો નિકળી ગયો હતો.આ બનાવને કારણે ગભરાઈ જતા અને ડર લાગતાં અંતે પોલીસને જાણ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે ફરિયાદ બાદ તુરંત એ ડીવિઝન પોલીસે રિવોલ્વર બતાવી ઘમકી આપવાના મામલે આરોપી માંડણ ગોરણીયાની અટકાયત કરી તલાસી લેતા તેની પાસે રિવોલ્વર ન માળતા તપાસ અર્થે તેના ઘરે તેનીસ સાથે પહોંચિ હતી પણ ત્યાં પણ પોલીસને રિવોલ્વર મળી ન હતી.