રાજકોટમાં પાડોશીએ જ છરીના ઘા ઝીંકી યુવાનની કરી હત્યા, માત્ર ૩ દિ'માં ૨ હત્યા

New Update
રાજકોટમાં પાડોશીએ જ છરીના ઘા ઝીંકી યુવાનની કરી હત્યા, માત્ર ૩ દિ'માં ૨ હત્યા

રાજકોટમાં લૂંટ, ચોરી, હત્યા જેવા બનાવો દિવસેને દિવસે વધતા જ જાય છે. હજી તો બે દિવસ પહેલાં જ મોરબી રોડ ઉપર એક યુવાનની હત્યા થઇ હતી. ફરીથી આજે વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રિના સમયે શહેરની સોમનાથ સોસાયટી પાસે પાડોશીએ જ છરીના ઘા ઝીંકી યુવાનની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે.

રાજકોટ શહેરની સોમનાથ સોસાયટી પાસે હાર્દિક વીભાભાઇ મકવાણાને તેના જ પાડોશી ગોવિંદભાઇ ભરવાડ સહિતના શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી. રાત્રિના સમયે બનેલા બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે હત્યા કરનાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાનની હત્યા કયા કારણોસર કરવામાં આવી તે હજી જાણી શકાયું નથી. ઘટના સંદર્ભે યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories