/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/05/hospital.jpg)
હાલમાં ભૂજની અદાણી હોસ્પિટલમાં બોળકોના મોતનો મામલો ચાલી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ બાળકોના મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ શહેરની કે ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ચાલુ વર્ષે માત્ર પાંચ મહિનામાં ૧૬૪ નવજાત બાળકોનાં મોત થયાનું સામે આવ્યું છે. રાજકોટનાં સિવિલ હોસ્પિટલમાં આવેલ કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકોનાં મોત થયા છે.
ગત વર્ષ ૨૦૧૭માં આ હોસ્પિટલમાં ૭૨૩૦ બાળકો જન્મ્યા હતાં જેમાથી ૯૧૨ બાળકોનાં મોત થયા હતાં. જ્યારે વર્ષ ૨૦૧૮માં પ્રથમ ચાર મહિનામાં ૨૧૬૦ બાળકો કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં જન્મ્યા હતાં જે પૈકી ૧૬૪ બાળકનો મૃત્યુ થયા છે.જોકે, ગત વર્ષે આ બાળકોનો મૃત્યુ દર ૨૧.૬૧ ટકા રહ્યો હતો. આ બાળકોના મૃત્યુનું કારણ અલગ-અલગ હોઇ શકે છે. પરંતુ બાળકોના મૃત્યુનાં આ આંકડાને ચિંતાનો વિષય સમજી શકાય.
ઉલ્લખેનિય છે કે, મહિલા સગર્ભા થાય ત્યારથી આરોગ્ય વિભાગ મહિલાની કાળજી રાખે છે. અને સગર્ભા મહિલા અને તેના બાળકને કોઈ બિમારી ના થાય તે માટે સરકારની યોજનાઓ બનાવે છે. સરકાર દ્વારા કરોડોની યોજના થકી મહિલાનું ધ્યાન રખાય છે. ત્યાં જ એ સવાલ પણ ઉભો થાય છે કે, સગર્ભા મહિલા પાછળ આટલા ખર્ચ તો બાળક જન્મતા બિમાર કેમ થાય છે. શું સગર્ભા મહિલાનું અગાઉથી પૂરતું ધ્યાન નથી રાખવામાં આવતું? કે પછી એક બીજા પર આ મામલે ખો અપાઈ રહી છે.