રાજપીપળા : કાછીયા જાતિને બિન અનામત વર્ગમાં સમાવવા સીએમ રૂપાણીને રજુઆત

New Update
રાજપીપળા : કાછીયા જાતિને બિન અનામત વર્ગમાં સમાવવા સીએમ રૂપાણીને રજુઆત

લ્યો.કાછીયા જ્ઞાતિનો સવર્ણ જાતિમાં કે ST, SC,OBCમાં પણ સમાવેશ થતો નથી.તો અમે ક્યાં જઈએ:નર્મદા જિલ્લા કાછીયા સમાજનો સીએમ રૂપાણીને પ્રશ્ન..

જો યોગ્ય ન્યાય નહિ મળે તો નર્મદા જિલ્લા સહીત રાજ્ય વ્યાપી આંદોલન કરવા કાછીયા સમાજ અચકાશે નહિ:મહેશ દલાલ,ગુજરાત રાજ્ય કાછીયા સમાજ સેવા સેતુ ટ્રસ્ટ મેનેજીંગ ટ્રસ્ટી

રાજપીપળા ગુજરાત સહીત ભારતમાં જ્ઞાતિઓનું રાજકારણ હંમેશા ચાલતું આવ્યું છે.છેલ્લા કેટલાય વર્ષથી વિવિધ રાજ્યોમાં અનામતની ચળવળ ચાલે છે.અને ગુજરાતમાં પણ પાટીદાર આંદોલન ઘણા વર્ષોથી ચાલી રહ્યું છે.બીજી પણ એક બાબત એવી છે કે બંધારણને તોડી અનામત અપાવી સહેલી નથી છતાં આગામી 2019ની ચૂંટણીમાં સવર્ણ વોટ બેન્કને ભાજપમાં વાળવા મોદી સરકારે સવર્ણ અનામત આપી દીધી. ત્યારે આ સવર્ણ જાતિમાં સમાવેશ એવા કાછીયા સમાજના લોકો 10 ટકાનો લાભ લેવા ગયા ત્યારે તેમને ખબર પડી કે તેઓ સવર્ણ જાતિમાં આવતા નથી કે નથી ST,SC,OBC માં આવતા. લ્યો બોલો આજે દેશને આઝાદ થયે 73 વર્ષ વીતી ગયા પણ રાજ્યમાં 1 લાખથી વધુ વસ્તી ધરાવતી કાછીયા જ્ઞાતિ સેમા આવે છે એ કોઈને ખબર નથી.ત્યારે આ મામલે ઉગ્ર વિરોધ દર્શાવી નર્મદા જિલ્લા કાછીયા સમાજે કાછીયા જાતિને બિન અનામત વર્ગમાં સમાવેશ કરવા સીએમ રૂપાણીને સંબોધતુ આવેદનપત્ર નર્મદા કલેકટરને સુપ્રત કર્યું હતું.અને જો યોગ્ય ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે.

આ બાબતે ગુજરાત કાછીયા સમાજ સેવા સેતુ ટ્રસ્ટ મેનેજીંગ ટ્રસ્ટી મહેશ દલાલે જણાવ્યું હતું કે અત્યાર સુધી અમને જનરલ કેટેગરીમાં ગણવામાં આવતા હતા. અમે પણ 2002માં અનામતની લડત છેડી હતી.અને અનામત માટે આંદોલન પણ ચલાવ્યું હતું. પણ હજુ સુધી મળ્યું નથી. ત્યારે અમારી કાછીયા જ્ઞાતિ નથી સવર્ણમાં ગણાતી કે નથી ST, SC, OBCમાં ગણાતી,તો આ જ્ઞાતિ ક્યાંથી આવી આઝાદીની લડતમાં પણ સમાજનું યોગદાન છે ત્યારે સરકાર દ્વારા તાજેતરમાં જે જ્ઞાતિઓનું લિસ્ટ મુકવામાં આવ્યું છે.જેમાં કાછીયા સમાજ જ્ઞાતિનો સમાવેશ થતો નથી.

મામલતદારથી લઇ સમાજકલ્યાણ અધિકારીઓને મળ્યા પણ કોઈ સરખો જવાબ અપાતો નથી જેથી હવે આગામી સમયમાં અમે રાજ્યવ્યાપી આંદોલન કરતા ખચકાઈશું નહિ.નર્મદા કલેકટરને આવેદનપત્ર આપતી વેળાએ રાજપીપળા કાછીયા પટેલ જ્ઞાતિ પંચના પ્રમુખ કનુભાઈ કાછીયા,કૌશિક.ચંદુલાલ.પટેલ,રાજપીપળા પાલિકા સભ્ય મહેશ.એસ.કાછીયા,કાજલ.આર.કાછીયા,મહેશ દલાલ,કે.બી.પટેલ સહિત મોટી સંખ્યામાં કાછીયા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories