રાહુલ ગાંધીના મંદસોર પ્રવાસ પહેલા કોંગ્રેસના સેંકડો સમર્થકોના રાજીનામા

New Update
રાહુલ ગાંધીના મંદસોર પ્રવાસ પહેલા કોંગ્રેસના સેંકડો સમર્થકોના રાજીનામા

કોંગ્રેસ પદાધિકારીઓને મનાવવા અને પાછી પાર્ટી જોઈન્ટ કરાવવાના પ્રયત્નમાં

રાહુલ ગાંધીના મંદસોર પ્રવાસ પહેલા જ કોંગ્રેસ સમર્થકોએ બળવો પોકાર્યો છે. તાજેતરમાં જ પૂર્વ સાંસદ મીનાક્ષી નટરાજનના કેટલાક સમર્થકોએ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ છે. હવે આ ખરગોનના ૧૨૦૦થી વધારે કાર્યકર્તા દિલ્હી જઈને હાઈકમાન્ડને રાજીનામુ સોંપવાનું એલાન કરી ચૂક્યા છે. જેનાથી કોંગ્રેસમાં હલચલ મચી ગઈ છે.

તા.૩૧મેથી કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહ પોતાની સમન્વય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. એવામાં પાર્ટીમાં ઉભરતી આ નારાજગી કોંગ્રેસના અંદરોઅંદર મતભેદોને ઉજાગર કરી રહી છે. દિગ્વિજય સિંહ ઓરછાના રાજા રામ દરબારથી પોતાની યાત્રા શરૂ કરશે. કોંગ્રેસે આવનાર ચૂંટણીના કારણે પાંચ સમિતિઓની રચના કરી છે. જેના કારણે કોંગ્રેસમાં આ મતભેદો સામે આવી રહ્યા છે. જોકે કોંગ્રેસ દ્વારા જે સમિતિઓની રચના કરવામાં આવી છે. તેમાં કેટલાક નેતાઓમાં પોતાની ઉપેક્ષા દેખાઈ રહી છે. કોંગ્રેસના ૧૫૦થી વધારે પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ કોંગ્રેસને પોતાનું રાજીનામુ સોંપ્યુ છે. જોકે કોંગ્રેસ આ પદાધિકારીઓને મનાવવા અને પાછી પાર્ટી જોઈન કરાવવાનો પ્રયત્ન કરવામાં લાગી ગયા છે.

Latest Stories