/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/08/Untitled-1.jpg)
૬ મહિનાનો પગાર પણ ના આપ્યો અને નોકરીમાંથી હટાવવાનુ કારણ પણ નહી
ભારતમાં ક્રિકેટ સિવાયની રમતોના ખેલાડીઓની મોટાભાગે ઉપેક્ષા જ થતી હોય છે. જેમ કે મધ્યપ્રદેશની કરાટે ચેમ્પિયન વંદના સૂર્યવંશીને હવે રસ્તા પર લારી લઈને ચા વેચવાનો વારો આવ્યો છે.
વંદના અત્યાર સુધીમાં દેશ અને દેશની બહારની સ્પર્ધાઓમાં ૫૦ જેટલા મેડલ જીતી ચુકી છે. વંદનાને સરકારે આદિવાસી વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલમાં ગર્લ્સને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવા માટે ટ્રેનર તરીકે નોકરી આપી હતી. પણ નવા નિમાયેલા અધિકારીએ હવે વંદનાને ટ્રેનરની પોસ્ટ પરથી હટાવી દીધી છે. તેને ૬ મહિનાનો પગાર પણ અપાયો નથી.નોકરીમાંથી કેમ કાઢી મુકવામાં આવી છે.
તેનુ કારણ પણ અધિકારીએ આપ્યુ નથી. સતત ૩ મહિના સુધી તો તેણે ઓફિસમાં રજૂઆતો કરી હતી પણ અધિકારીઓએ મૌન ધારણ કરી લીધુ છે. હવે આ કરાટે ચેમ્પિયન રસ્તાની એક સાઈડે પરિવારનુ ભરણ પોષણ કરવા માટે એક લારી લઈને ચા વેચવા માટે મજબૂર બની છે.
પોતાના પતિ સાથે લારી ચલાવતી વંદના કરાટેની ટ્રેનિંગ માટે માંડ સમય કાઢી શકે છે. તે કહે છે કે ભલે મને વેતન ના આપો પણ વિદ્યાર્થિનીઓને તાલીમ આપવાની તો મંજૂરી આપો.