Connect Gujarat
Featured

લોકપ્રિય સીરિયલ ‘શ્રી કૃષ્ણ’ 3 મેથી ડીડી નેશનલ પર પ્રસારિત થશે

લોકપ્રિય સીરિયલ ‘શ્રી કૃષ્ણ’ 3 મેથી ડીડી નેશનલ પર પ્રસારિત થશે
X

લોકડાઉન દરમિયાન ઘરે સમય વિતાવતા દેશના લોકો હવે બીજી લોકપ્રિય ધાર્મિક સીરિયલ જોઈ શકશે. શ્રી કૃષ્ણનું ટેલિકાસ્ટ 3 મેથી દૂરદર્શન રાષ્ટ્રીય ચેનલ પર શરૂ કરવામાં આવશે. શ્રી કૃષ્ણના મહિમા પર આધારીત આ સીરીયલ રોજ રાત્રે 9 વાગ્યાથી પ્રસારિત કરવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે આ બાબતે માહિતી આપી છે.

પ્રકાશ જાવડેકરે શનિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રવિવાર, 3 મેથી રોજ 9 કલાકે મળશું. ભગવાન શ્રી કૃષ્ણના મહિમાની કથા શ્રી કૃષ્ણ સાથે, ફક્ત ડીડી નેશનલ ચેનલ પર, જરૂર જોજો.

https://twitter.com/PrakashJavdekar/status/1256506194417483777

રામાયણ અને ઉત્તર રામાયણના પ્રસારણ પછી દૂરદર્શન હવે શ્રી કૃષ્ણ સિરીયલ પણ ટેલીકાસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રખ્યાત સિરિયલ રામાયણનું નિર્માણ કરનારા નિર્દેશક રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવી હતી. રામાનંદ સાગરની ટીવી સીરિયલ શ્રી કૃષ્ણમાં ભગવાન કૃષ્ણની ભૂમિકા ભજવીને સર્વદમન ડી બેનર્જીએ શ્રોતાઓમાં છાપ ઉભી કરી છે.

Next Story