Connect Gujarat
ગુજરાત

વડોદરા: શ્રીજીની માટીની મુર્તિઓ ન મળતા છેલ્લી ઘડીએ દોડધામ

વડોદરા: શ્રીજીની માટીની મુર્તિઓ ન મળતા છેલ્લી ઘડીએ દોડધામ
X

માટીની મુર્તિઓ ન મળતા શ્રધ્ધાળુઓને પી.ઓ.પી.ની મુર્તિ લેવાની ફરજ પડી

ગણેશ ચતર્થીના દિવસે શ્રીજીની સ્થાપના કરવા માટે આ વર્ષે માટીની ગણપતિની મુર્તીઓની ડિમાન્ડ વધી જતાં શહેરમાં માટીની ગણપતિની મુર્તીઓની અછત સર્જાઇ હતી. માટીની મુર્તિઓ પરિવારજનો અને યુવક મંડળોને ન મળતા તેઓને ન છૂટકે પી.ઓ.પી.ની મુર્તિઓ ખરીદવાની ફરજ પડી હતી.

છેલ્લા કેટલાંક વર્ષોથી પર્યાવરણની જાળવણી માટે માટીની ગણેશજીની મુર્તિઓની સ્થાપના કરવાનું તેમજ તળાવોમાં શ્રીજીની મુર્તિઓનું વિસર્જન ન કરતા ઘર આંગણે ઇકોફ્રેન્ડલી વિસર્જન કરવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનને આ વર્ષે જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. આ વખતે માટીની મુર્તિઓની ડિમાન્ડ વધી જતાં શહેરમાં માટીની મુર્તિઓ બનાવતા કલાકારોની માટીની મુર્તિઓનો સ્ટોક ખલાસ થઇ ગયો હતો. પરિણામે માટીની મુર્તિની સ્થાપના કરવા માંગતા પરિવારજનો અને ગણેશ યુવક મંડળોને ન છૂટકે પી.ઓ.પી.ની મુર્તિઓની સ્થાપના કરવાની ફરજ પડી હતી.

ગણપતિના ગુજરાત કલાકારી બોર્ડ દ્વારા કલાકારોને તાલિમ આપીની માટીની મુર્તિઓ તૈયાર કરાવવામાં આવી હતી. અને તે કલાકારો માટે વેચાણ માટે પારસી અગિયારી મેદાન ખાતે વ્યવસ્થા કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા 90 સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. આ તમામ સ્ટોલની તમામ મુર્તિઓનું વેચાણ થઇ જતાં માટીની મુર્તિઓ ખરીદવા માટે આવેલા લોકોને પરત ફરવાની ફરજ પડી હતી. અને ન છૂટકે તેઓને પી.ઓ.પી.ની મુર્તિ ખરીદવાની ફરજ પડી હતી.

સ્ટોલ ધારક અને કલાકારોને માટીની ગણેશજીની મુર્તિઓની તાલિમ આપનાર કમલભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, મારો પણ સ્ટોલ હતો. મારા સ્ટોલમાં 1 ફૂટથી 3 ફૂટ સુધીની મુર્તિઓ વેચાણ માટે મુકવામાં આવી હતી. મારા સ્ટોલની તમામ મુર્તીઓનું વેચાણ થઇ ગયું છે. એતો ઠીક બોર્ડ દ્વારા લગાવવામાં આવેલા 90 સ્ટોલમાં 7000 ઉપરાંત મુર્તિઓ વેચાણમાં મુકવામાં આવી હતી. જે તમામ મુર્તિઓનુ રેકોર્ડ બ્રેક વેચાણ થઇ ગયું છે.

પારસી અગિયારી ખાતે માટીની મુર્તિ ખરીદવા માટે આવેલા આશિષભાઇ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધી અમો પી.ઓ.પી.ની ગણેશજીની મુર્તિ લાવીને સ્થાપના કરતા હતા. આ વર્ષે અમે માટીની ગણેશજીની મુર્તિની સ્થાપના કરવાનું નક્કી કર્યુ હતું. અને આજે મુર્તિ લેવા માટે આવ્યો હતો. પરંતુ, માટીની મુર્તિ મળી નથી. શહેરના બજારમાં પણ માટીની મુર્તિઓનો સ્ટોક ખતમ થઇ ગયો છે. આખરે મારે પી.ઓ.પી.ની મુર્તિ લેવાની ફરજ પડશે. પરંતુ, આવતા વર્ષે પહેલેથીજ હું માટીની મુર્તિ બુક કરાવી દઇશ. અથવા માટીની મુર્તિ ઘરે લાવીને ઘરમાં મુકી દઇશ.

Next Story