વડોદરા: રાત્રે 9 વાગ્યાથી શહેરમાં નાઈટ કર્ફ્યુ લાગુ : મોલ, મલ્ટિપ્લેક્ષ શનિવાર અને રવિવાર રહેશે બંધ

New Update
વડોદરા: રાત્રે 9 વાગ્યાથી શહેરમાં નાઈટ કર્ફ્યુ લાગુ : મોલ, મલ્ટિપ્લેક્ષ શનિવાર અને રવિવાર રહેશે બંધ

વધતાં કોરોનાના સંક્રમણને પગલે તંત્ર દ્વારા રાત્રિ કરફ્યુનો અમલ શહેરમાં એક કલાક લંબાવવાનું નક્કી કરવામાં આવ્યું તે પ્રમાણે આજ થી જ વડોદરા શહેરમાં રાત્રીના 9 વાગ્યા થી સવારના 6 વાગ્યા સુધી રાત્રિ સંચારબંધી અમલી રહેશે. આજે નાગરિકોને આ નિર્ણયનો અમલ કરી સહયોગ આપવા અનુરોધ કરવામાં આવ્યો છે. શનિવાર થી તંત્ર તેનો ચુસ્ત અમલ કરાવશે.

આ ઉપરાંત શનિવાર અને રવીવાર દરમિયાન શહેરના તમામ મોલ્સ અને મલ્ટીપ્લેક્ષિશ બંધ રખાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનો અમલ આજે રાત્રે 9 વાગ્યા થી કરવાનો રહેશે. વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આ બાબતમાં જરૂરી જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

વધુમાં સંયુક્ત પ્રવર્તન ટીમો અને વેપારી મંડળોના સહયોગ થી શહેરની ભીડભાડ વાળી જગ્યાઓ અને બજારોમાં માસ્ક, સોશીયલ ડિસ્ટન્સ સહિત કોવિડ સાવચેતીઓનો કડક અમલ કરાવવામાં આવશે. તેમાં આ જગ્યાઓના પદાધિકારીઓનો સહયોગ લેવામાં આવશે.

આ ઉપરાંત શહેરીજનોની સુવિધા સાચવવા શહેરી બસ સેવા ચાલુ રખાશે પરંતુ તેમાં સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોનું પાલન ચુસ્તપણે સંચાલકોએ કરાવવાનું રહેશે અને મહાનગર પાલિકાના ટ્રાન્સપોર્ટ વિભાગે તેની ખાતરી કરવાની રહેશે. ભીડ ટાળવા પિક અવર્સમાં બસોની સંખ્યા અને ફેરા વધારવા જેવા પગલાં લેવા જણાવવામાં આવ્યું છે.

ડો.રાવએ શહેરીજનોને અનિવાર્ય હોય તે સિવાય જાહેર કે ભીડભાડ વાળી જગ્યાઓએ જવાનું ટાળવા અને માસ્ક, સોશીયલ ડિસ્ટન્સના નિયમો પાળવાની તકેદારી લેવા ખાસ અનુરોધ કર્યો છે