/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/11-1.jpg)
બે વર્ષથી અમદાવાદના બાપુનગરમાં વિદેશી દારૂના વેપલા સાથે સંકળાયેલું છે દંપતિ
વાઘોડિયા તાલુકાના જરોદ હાઈવે પરથી વાઘોડિયા પોલિસે તવેરા ગાડીમાં હેરા ફેરી કરતા અમદાવાદના પતિ - પત્નીને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર વાઘોડિયા પોલીસને મળેલી બાતમીના આધારે જરોદ હાઈવે પરથી અમદાવાદ પાર્સીંગની તવેરા ગાડીમાં હેરાફેરી કરતા અમદાવાદના પતિ - પત્નીને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડયા હતા.
આ દંપતી છેલાં બે વર્ષથી અમદાવાદના બાપુનગરમાં વિદેશી દારૂના વેપલા સાથે સંકળાયેલું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું. આ વિદેશી દારૂ બલયાં પાસેથી લઈને અમદાવાદ ખાતે બાપુનગર લઈ જવાઈ રહ્યો હતો પરંતુ વાઘોડિયા પોલીસે દંપતિના રંગમાં ભંગ પાડયો હતો વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ પહોંચે એ પહેલા જ વાઘોડિયા પોલીસના હાથે આ દંપતિ ઝડપાઈ જવા પામ્યું હતું. પતિ - પત્નીના નામ વીનોદભાઈ વ્યાસ તેમજ લતાબેન વીનોદભાઈ વ્યાસ હોવાનું પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યું હતું.