Connect Gujarat
ગુજરાત

વડોદરામાં 15મી ઓગષ્ટ થી ફ્રી વાઇફાઇ સેવા શરૂ

વડોદરામાં 15મી ઓગષ્ટ થી ફ્રી વાઇફાઇ સેવા શરૂ
X

વડોદરા શહેરની સુવિધામાં વધુ એક ઉમેરો થવાનો છે, સ્માર્ટસિટી અંતર્ગત આગામી તા. 15મી ઓગષ્ટ થી આઈ (ઇન્ટેલિજન્ટ) પોલ એટલે કે સ્માર્ટપોલની મદદ થી ફ્રી વાઇફાઇ સુવિધાનો પ્રારંભ કરાશે, 50 એમબી કે વધુમાં વધુ 30 મિનિટ સુધી વાઇફાઇ વાપરી શકાશે.

વડોદરા મહાનગર પાલિકાના કમિશનર ડો.વિનોદ રાવે જણાવ્યુ હતુ કે મ્યુનિ કોર્પોરેશનના માથે એક નવા પૈસાના ભારણ વિના આ સવલત અપાશે, છેલ્લા કેટલાક મહિનાથી કમાટીબાગના ગેટ, નંબર 3ની સામે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત આ સુવિધા શરૂ કરાઈ હતી, જેમાં કુલ 561 યુઝર્સ દ્રારા આ સેવાનો લાભ લેવાયો હતો.

હવે રેલવે સ્ટેશન કમાટીબાગ સહિતના મોટા બાગ બગીચા, સેન્ટ્રલ એસટી ડેપો સહિતની એવી જગ્યાઓ કે જ્યાં વધારે પ્રમાણમાં લોકો ભેગા થતા હોય ત્યાં આ આઇપોલ લગાવાશે, આ પ્રોજેક્ટ પીપીપી ધોરણે હાથ પર લેવાશે, જેથી કોર્પોરેશનના માથે કોઈ જ ખર્ચ નહીં આવે, આગામી દોઠ મહિનામાં શહેરમાં આવી 20 થી 25 જગ્યાએ પ આઇપોલ લગાડાશે.

Next Story