વન નેશન-વન ઈલેક્શનને સુપરસ્ટાર રજનીકાંતનુ સમર્થન

New Update
વન નેશન-વન ઈલેક્શનને સુપરસ્ટાર રજનીકાંતનુ સમર્થન
  • અન્ય રાજકીય પાર્ટીઓને પણ મોદી સરકારને સહયોગ આપવા કરી અપીલ

વન નેશન વન ઈલેક્શનની મોદી સરકારના વિચાર પર દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ વિચારને દક્ષિણ ભારતની ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે સમર્થન આપ્યુ છે. ફિલ્મો બાદ હવે રાજકારણમાં પણ એન્ટ્રી મારનાર રજનીકાંતનુ કહેવુ છે કે, વન નેશન વન ઈલેક્શનના કારણે સમય અને પૈસાની બચત થશે.

આ વિચાર પર તમામ પક્ષોએ સરકારને સમર્થન આપવુ જોઈએ. વન નેશન વન ઈલેક્શનના યોજના અંગે મોદી સરકાર મક્કમ લાગી રહી છે.ખુદ પી.એમ પણ ઈચ્છે છે છે કે દેશમાં એક જ સમયે અને એક સાથે વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ યોજાય.