વલસાડનાં રોલા ગામે પેટ્રોલ પંપ ઉપર ૪ યુવકોએ કરી દિલધડક લૂંટ

New Update
વલસાડનાં રોલા ગામે પેટ્રોલ પંપ ઉપર ૪ યુવકોએ કરી દિલધડક લૂંટ

૪ યુવકોએ પેટ્રોલપંપ ઉપર કામ કરતા કર્મચારીઓને ચપ્પુ અને બંદૂકની અણીએ બાનમાં લઇ લૂંટ ચલાવી

વલસાડના રોલા ગામે આવેલા પેટ્રોલ પંપ ઉપર વહેલી પરોઢિયે બાઇક ઉપર ગ્રાહકના સ્વાંગમાં આવેલ ૪ યુવકોએ પેટ્રોલપંપ ઉપર કામ કરતા કર્મચારીઓને ચપ્પુ અને બંદૂકની અણીએ બાનમાં લઇ લૂંટ ચલાવી ફરાર થયા છે.publive-imageરોલા ગામે આવેલ પેટ્રોલપંપ પર પ્રથમ બાઈક ચાલકોએ પેટ્રોલ પુરાવી અને ત્યાર બાદ કર્મચારીને બંદૂક અને ચપ્પુ બતાવી રૂપિયા ૯૪,૦૦૦ની મત્તા લૂંટીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ સમગ્ર બાબતે પોલીસને જાણકારી આપવામાં આવતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી સ્થળ નિરીક્ષણ કર્યા બાદ સીસીટીવી ફૂટેજ ચેક કર્યાં હતા. તો સાથે સાથે જિલ્લા ની તમામ સરહદો ઉપર નાકાબંધી કરી તપાસનો દોર શરૂ કર્યો હતો.

અત્રે ઉલ્લેખનિય છે કે,હજી ગઈ કાલે જ સંઘ પ્રદેશ સેલવાસના વાસોનામાં આજ રીતે બાઇક ઉપર આવેલ બે અજાણ્યા શખ્સોએ પેટ્રોલપંપના કર્મચારીને બંધક બનાવી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો પણ કર્મચારીએ પ્રતિકાર કરતા ચપ્પુના ઘા મારીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. તો આજે વલસાડમાં બનેલી ઘટનામાં પણ આજ ટોળકીનો હાથ હોવાનો શંકા શેવાઈ રહી છે.

Latest Stories