વાપી : ગ્રોવર એન્ડ વેલ કેમિકલ કંપનીમાં ભેદી ઘડાકા સાથે લાગી આગ

New Update
વાપી : ગ્રોવર એન્ડ વેલ કેમિકલ કંપનીમાં ભેદી ઘડાકા સાથે લાગી આગ

ગ્રોવર એન્ડ વેલ કેમિકલ કંપનીમાં પ્રેસેસીંગ દરમિયાન થયો બ્લાસ્ટ

વાપી જી.આઇ.ડી.સી ના સેકન્ડ ફેસમાં આવેલ ગ્રોવર એન્ડ વેલ કેમિકલ કંપનીમાં મોટા ઘડાકા બાદ એકાએક આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર વાપી જી.આઇ.ડી.સીમાં આવેલ સેકન્ડ ફેસની ગ્રોવર એન્ડ વેલ કેમિકલ કંપનીમાં પ્રોસેસીંગ દરમીયાન એકાએક ઘડાકો થઈ અને મોટો બ્લાસ્ટ થતા બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હતી. આ ઘડાકા અને આગના પગલે કંપનીનો કાટમાળ ઉડીને કંપનીના આજુબાજુના વિસ્તારમાં પડતા આસપાસની કંપનીમાં કામકરતા કામદારોના જીવ પડીકે બંધાયા હતા અને કંપનીઓમાં નાસભાગ મચીજવા પામી હતી.

કંપનીમાં એકાએક બ્લાસ્ટ અને બાદમાં આગ લાગતા તેની સાથેની કપડા બનાવતી કંપની પણ આ આગની ચપેટમાં આવી હતી. આ આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા કંપનીમાં લાખોનું નુકશાન થયાના એહવાલ મળી રહ્યા છે જો કે સદ નસીબે કોઇ જાનહાની હજુ નોંધાવા પમી ન હતી. આગનીજાણ ફાયર વિભાગને કરાતા ૭ થી વધિ ફાયર ફાઇટરોએ દોડી આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હાલમાં આ કંપનીમાં કેવી રીતે બ્લાસ્ટ થયો અને આગ ફાટી નીકળી તેમજ કેટલાનું નુકશાન થયું તે જાણવા મળ્યું નથી.

Latest Stories